Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સહકાર રોડ પર ૧૪૪ બોટલ દારૂ ભરેલી કાર ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

પોલીસને જોઇ ઘનશ્યામનગરનો જીજ્ઞેશ ઉર્ફ જીગો ભાગી ગયો

રાજકોટ તા. ૧: ક્રાઇમ બ્રાંચે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન સહકારનગર મેઇન રોડ પરથી ૧૨ પેટી (૧૪૪ બોટલ) દારૂ ભરેલી સાન્ટ્રો કાર કબ્જે લીધી છે. પોલીસને જોઇ ઘનશ્યામનગરને જીજ્ઞેશ ઉર્ફ જીગો દારૂ ભરેલી કાર મુકી ભાગી ગયો હતો.  ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, ઘનશ્યામસિંહ ચોૈહાણ, અજીતસિંહ, રામભાઇ વાંક સહિતની ટીમ તહેવાર સંદર્ભે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. કુલ રૂ. ૧,૬૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

(4:00 pm IST)