Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સામાન્ય સભાનો સમય ૧૦:૩૦ વાગ્યાનો, સ્ટે.નો મેઇલ આવ્યો ૧૧.૩ મીનીટે

અર્જુન ખાટરિયાએ ઉપવાસની ચીમકી આપતા વહીવટી તંત્રએ સમય અંગેનો સતાવાર પત્ર આપ્યોઃ સમયનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચશે

રાજકોટઃ. ગઈકાલે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા વખતે વિકાસ કમિશનર દ્વારા બે સમિતિઓની સત્તા પાછી ખેંચવાના ઠરાવ સામે મનાઈ હુકમ આવતા ઉકળી ઉઠેલા કોંગી આગેવાનોએ વિકાસ કમિશનરના હુકમના સમયની જાણકારી માગેલી. વહીવટી તંત્રએ તે આપવામાં વિલંબ કરતા અર્જુન ખાટરિયાએ આજે બપોરે ડી.ડી.ઓ. ચેમ્બર બહાર ઉપવાસ શરૂ કરવાની ચિમકી આપેલ. તેઓ આગેવાનો સાથે ત્યાં પહોંચતા તંત્ર દ્વારા તેમને લેખીત હુકમના મેઈલની નકલ અપાયેલ. ખાટરિયાએ જણાવેલ કે સામાન્ય સભા શરૂ થવાનો સમય ૧૦.૩૦ વાગ્યાનો હતો. મેઈલ ૧૧.૦૩ મીનીટે આવ્યાનું સ્પષ્ટ થયુ છે. આમ મનાઈ હુકમની રાહ જોવા માટે સરકારના દબાણ હેઠળ ડી.ડી.ઓ.એ સામાન્ય સભા શરૂ કરવામાં મોડુ કરાવ્યુ હતું. અમે સ્ટે હટાવવા માટે હાઈકોર્ટમાં ધા નાખવાના છીએ તે વખતે આ મુદ્દાની પણ રજૂઆત કરશું. ઉપરોકત તસ્વીરમાં ખાટરિયા ઉપરાંત પરસોતમભાઈ લુણાગરીયા, વિપુલ ધડુક, હિતેષ વોરા, નિલય પટેલ વગેરે વિકાસ કમિશનર કચેરીના ઈ-મેઈલની નકલ બતાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૧૮)

(3:57 pm IST)