Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગોરસ મેળામાં મેઘરાજા ઝરમર સ્વરૂપે મહાલશે !

રાજકોટ શહેરમાં બે - ચાર દિવસથી ઝાપટાનો માહોલ : ઝરમર વરસાદથી મેળામાં કાદવ - કીચડનું સામ્રાજ્ય બનશે?: હવામાન ખાતાની આગાહી : આજથી પાંચ દિવસ ઝરમરથી ઝાપટા વરસતા રહેશે, સિવાય કે એકાદ બે સ્થળે મધ્યમ વરસી જાય

રાજકોટ, તા. ૧ : સાતમ - આઠમના તહેવારની મોસમ શરૂ થઈ છે. લોકો રજાના મૂડમાં છે. આજથી રાજકોટમાં ગોરસમેળો પણ શરૂ થઈ રહ્યો છે ત્યારે મેઘરાજા મેળાની મજા બગાડશે કે નગરજનોને મજા - મજા કરાવી દેશે જો કે હવામાન વિભાગ કહે છે કે કોઈ ભારે વરસાદની સંભાવના નથી ઝરમરીયો વરસશે.

દરમિયાન  રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ દિવસ દરમિયાન અને રાત્રીના પણ ઝાપટુ વરસી ગયુ હતું. વરસાદી માહોલના પગલે રાજમાર્ગો સતત ભીના રહે છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આજથી પાંચેક દિવસ ઝરમર ઝાપટા વરસતા રહેશે. દરમિયાન ગઈકાલની જેમ આજે પણ સવારથી હળવા ઝાપટાઓ વરસવાનું ચાલુ જ છે. હાલ ૧૦ થી ૧૨ દિવસ આવુ જ વાતાવરણ રહેશે. ત્યારબાદ ધીમે - ધીમે બપોરના સમયે તાપમાનમાં વધારો થશે. લોકલ વાદળોની અસરથી સાંજના સમયે છૂટાછવાયા સ્થળોએ ઝાપટા વરસી જાય.

આમ તો ભારે વરસાદના સંજોગો નથી છતાં જો મેઘરાજા વરસી જાય તો મેળાની મજા માણવાવાવાળાઓની મજા બગડી જશે. ઝરમર વરસાદમાં પણ કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાવાની સંભાવના છે.(૩૭.૯)

(3:56 pm IST)