Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સિવિલ હોસ્પિટલના તબીબ શ્યામાબેન મીણાનો સોનાનો ચેઇન ખેંચવાનો પ્રયાસ

જામનગર રોડ પર બનાવઃ ચીલ ઝડપકારે ગળામાં ઝોંટ મારતા મહિલા તબીબ પડી ગયાઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા ૧ : જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલ પાસે સિવિલ હોસ્પિટલના મહિલા  રેસીડન્ટ ડોકટરના ગળામાં ઝોંટમારી ચીલ ઝડપકારે ચેઇન ઝુંટવાનો પ્રયાસ કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજસ્થાનના કોટા શહેર સંજય ગાંધીનગર બીઞર (એ)૬ માં રહેતા હાલ રાજકોટ જામનગર રોડ પી.જી. હોસ્ટેલ રૂમ નં.૬૨૬ માં રહેતા સિવિલ હોસ્પિટલનારેસડન્ટ ડોકટર શ્યામાબેન રામેશ્વરભાઇ મીણા (ઉ.વ.૨૭) એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ માંં જણાવ્યું છે કે  પોતે સિવિલ હોસ્પિટલમાં નોકરી પૂરી કરી પોતાનું આર.જે. ૨૦ એએસ ૬૨૭૪ નંબરનું એકટીવા લઇને હોસ્ટેલ તરફ જતા હતા ત્યાર. જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલની સામેના રોડ પર પસાર થતાં પાછળથી એક અજાણ્યો શખ્સ બાઇક પર આવી પોતેગળામાં ઝોંટ મારતા પોતેપડી જતા સોનાનો ચેઇનના કટકા થઇ પડી ગયા હતા. પોતે દેકારો બોલાવતા ચીલ ન્ડપકાર બાઇકપર જામટાવર ચોક તરફભાગી ગયો હતો. બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કટકા થયેલો ચેઇન પોતે લઇ પ્ર.નગર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ  ચીલ ઝડપનો પ્રયાસ અંગેગુનો દાખલ કરી પી.એસ.આઇ. બી.પી. વેગડા તથા રાઇટર બાબુભાઇએ તપાસ હાથ ધરી છે. (૩.૧૦)

(3:54 pm IST)