Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

LIC ની ૬૨ વર્ષની સંપૂર્ણ યાત્રાઃ ૨૮ લાખ કરોડની સંપતિ અને ૨પ લાખ કરોડનું લાઇફ ફંડઃ રાજકોટ વિભાગે પ્રિમીયમમાં ફર્સ્ટ નંબરે

૮ લાખ ગ્રાહકો મોબાઇલ એપ સાથે જોડાયાઃ ગરીબી-શિક્ષણ-તબીબી માટે ૪૪૪ પ્રોજેકટ ઉપર NGO ને ટેકો જાહેર કર્યોઃ પત્રકાર પરીષદ સંબોધતા સિનિયર ડિવીઝનલ મેનેજર ગોવિંદ અગ્રવાલઃ રાજકોટ ૨.૩૮ લાખ દાવા સામે ૧૧૩૦ કરોડ ચૂકવ્યા

રાજકોટ, તા.૧: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧ લી સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ ૬૨ વર્ષની સુવર્ણ યાત્રા પૂર્ણ કરી છે. એલ આઈ સી એ લોકોમાં જીવન વીમાનો સંદેશ ફેલાવવામાં અને લોકોના કલ્યાણ માટે લોકોના નાણાં એકત્ર કરવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

સાંજે પત્રકાર પરીષદ સંબોધતા રાકોટના સિનિયર ડિવીઝનલ મેનેજરશ્રી ગોવિંદ અગ્રવાલે ઉમેર્યુ હતુ કે નાણાકીય વર્ષ ૨૦૧૭/૧૮ના અંતે, વ્યકિતગત કારોબાર હેઠળ વેચાણ માટે ૩૦ યોજનાઓ હતી. આ ઉત્પાદનો સમાજના વિવિધ વિભાગોની વિવિધ જરૂરિયાતો સંતોષે છે જેવા કે એન્ડોવમેંટ, ટર્મએશ્યુરન્સ, ચિલ્ડ્રન, પેન્શન, માઇક્રો વીમો, હેલ્થ ઇન્સ્યુરન્સ અને માર્કેટ લિંકડ પ્રોડકટસ એલ આઇ સી દ્વારા ગ્રાહકોને તેમની બદલાતી જરૂરિયાતો અને બદલાતા સમય પ્રમાણે શ્રેષ્ઠ ઉત્પાદનો પૂરી પાડવાની ખાતરી આપવામાં આવે છે.

૧૯૫૬ માં રૂ. ૫ કરોડની પ્રારંભિક મૂડી અને ૩૫૨.૨૦ કરોડ ની અસ્કયામતો સાથે શરૂ કરી આજે એલ આઈ સી રૂ ૨૮.૪૫ લાખ કરોડની સંપતી અને રૂ ૨૫,૮૪,૪૮૪.૯૨ કરોડનું લાઈફ ફંડ ધરાવે છે. એલ આઈ સી ની શરૂઆત ૧૬૮ કચેરીઓથી ૧૯૫૬ માં થઈ અને આજે ૪૮૨૬ થી વધુ ઓફિસો, ૧.૧૧ લાખ કર્મચારી, ૧૧.૪૮ લાખ એજન્ટ અને ૨૯ કરોડ થી વધુ પોલિસીઓ અસ્તિત્વમાં છે.

૨૦૧૭/૧૮ દરમ્યાન એલ આઈ સી એ પ્રથમ પ્રીમિયમની દ્રષ્ટિએ નવા ધંધાનો ૮.૧૨્રુ નો વિકાસ નોંધાવ્યો છે. પ્રથમવર્ષનું કુલ પ્રીમિયમ ૩૧ માર્ચ ૨૦૧૮નાં અંતે ૧૩૪૫૫૧.૬૮ કરોડ હતું જે બજાર હિસ્સાનાં ૬૯.૪૦%ઙ્ગ હિસ્સો ધરાવે છે. ૩૧ માર્ચ ૨૦૧૮ નાં રોજ ૨ કરોડ નવી પોલિસીઓ મેળવી એલ આઈ સી એ ૭૫.૬૭% બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો.  ૨૦૧૭/૧૮ માં રાજકોટ વિભાગે સિંગલ પ્રીમિયમ, નોન સિંગલ પ્રીમિયમ અને ટોટલ ફર્સ્ટ પ્રીમિયમ હેઠળ લક્ષ્યાંક સિદ્ઘ કરેલ છે.

શ્રી ગોવિંદ અગ્રવાલે ઉમેર્યુ હતુ કે ૨૦૧૭/૧૮ માં એલ આઈ સીએ ૨૬૬.૦૮ લાખ દાવા પેટે રૂ. ૧,૧૧,૮૬૦.૪૧ કરોડની ચૂકવણીઓ કરી. ગૌરવની બાબત એ છે કે એલ આઈ સીએ વર્ષમાં ૯૫.૩૬% પરિપકવતા દાવાઓ અને ૯૮.૦૪% મૃત્યુ દાવાઓની પતાવટ કરેલ છે. રાજકોટ વિભાગે ૨.૩૮ લાખ દાવાઓ હેઠળ રૂપિયા ૧૧૩૦.૭૭ કરોડની ચુકવણી કરેલ અને ૧૦૦%પરિપકવતા દાવાઓ અને નોન અર્લિ મૃત્યુ દાવાઓની ચુકવણી કરી ઈતીહાસ સર્જેલ છે.

એલ આઈ સીએ મોબાઈલ એપ્લીકેશન, વિન્ડોઝ અને એન્ડ્રોઈડ ફોન પર ઓનલાઈન પ્રીમિયમ ચુકવણી, પી. ઓ. એસ. મશીન પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ થકી અને અધિકૃત પ્રીમિયમ પોઈન્ટ પર ગ્રાહકોની સુવિધા માટે કેટલીક પહેલ કરેલ છે. આજે ૮ લાખ થી વધુ ગ્રાહક મિત્રો એલ આઇ સી મોબાઇલ એપ નો ઉપયોગ કરી રહ્યા છે અને એલ આઇ સી ના નવા કસ્ટમર પોર્ટલ મા ૧૦૦ લાખ થી વધુ રજીસ્ટરડ યુઝર છે.

સામાજીક પહેલ અંતર્ગત એલ આઈ સી ગોલ્ડન જયુબેલી ફાઉન્ડેશન વર્ષ ૨૦૦૬ માં સ્થપાયું હતું. ફાઉંડેશનનો ઉદેશ ગરીબી રાહત, શિક્ષણની પ્રગતિ, તબીબી રાહત અને સામાન્ય જાહેર ઉપયોગીતાના અન્ય કોઈપણ હેતુની રાહત છે. અત્યાર સુધીમાં ફાઉન્ડેશન દ્વારા ૪૪૪ પ્રોજેકટ્સ દ્વારા ઉપરના કારણોને સમર્પિત એનજીઓને ટેકો આપ્યો છે.

એલ આઈ સી ને આ વર્ષે ૨૭ એવોર્ડ્સ મળ્યા હતાં. જેમાં નેશનલ ટ્રેનિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ માટે ગોલ્ડન પીકોક એવાર્ડ, મની ટૂડે ફાઇનાન્સિયલ એવાર્ડ જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ૩૧ માર્ચ ૨૦૧૮ નાં રોજ એલ આઈ સીએ ૨૭,૩૬,૭૬૨ કરોડનું રોકાણ સમગ્ર સમુદાયના હીતાર્થે કરેલ છે. પત્રકાર પરીષદમાં માર્કેટીંગ મેનેજર શ્રીબારાઇ, સેલ્સ મેનેજર શ્રી.જે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરીષદનું સંચાલન પીઆરઓ શ્રી ચેતનભાઇ દોશી, રાજનભાઇ સુરૂએ કર્યુ હતું.(૨૩.૧પ)

 

(3:52 pm IST)