Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કોર્પોરેશનના સ્નાનાગાર સંચાલક-તાલીમ માસ્ટરની ભરતીમાં દેકારોઃ ઇન્ટરવ્યુમાં તંત્ર ઢીલુઢફ

એક કલાક મોડુ શરૂ થતા ડે.કમિશ્નરે આરોગ્ય શાખાના અધિકારીઓને ઉધડા લીધા

રાજકોટ,તા.૧: મ્યુનિ.કોર્પોરેશનનાં સ્નાનાગારમાં સ્નાનાગાર સંચાલક, તાલીમ માસ્ટરની ખાલી જગ્યા ભરવા માટે આજે યોજાયેલ  ઇન્ટરવ્યુ એક કલાક મોડુ શરૂ થતા દેકારો બોલી ગયો હતો. ડે.મ્યુનિ કમિશ્નરે આરોગ્ય શાખાને ઉધડો  લીધાની  કોર્પોરેશનની  લોબીમાં ચર્ચાએ જોર પકડયુ છેઆ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશનનાં સ્નાનાગારમાં સંચાલક કમ કોચની બે તથા તાલીમ માસ્ટર (પુરૂષ-સ્ત્રી)ની ૧-૧ જગ્યા ભરવા આજે કોઠારિયા રોડ પર આવેલ સિંદુરીયા સ્વિમીંગપુલ ખાતે વોકઇન ઇન્ટરવ્યનું આયોજન સવારે ૧૦ વાગ્યે કરવામાં આવ્યુ હતુ. ં પરંતુ આ ઇન્ટરવ્યુમાં ઉમેદવારોની ફીઝીકલ  અને મેડીકલ ટેસ્ટ માટે આરોગ્ય ટીમ મોડી આવતા ઉમેદવારોમાં દેકારો બોલી ગયો હતો.

દરમિયાન  આરોગ્ય ટીમ મોડી આવવા  બાબતે ડે.કમિશ્નરે સંબધિત વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હોવાની ચર્ચા પણ કોર્પોરેશનની લોબીમાં થઇ રહી હતી. (પ-૩૩)

 

(3:52 pm IST)