Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વધુ એક કડદો ખુલ્લો પડયો

ફલાવર-શોમાં ૫૭ લાખનો મંડપ ખર્ચ નામંજૂર કરતી સ્ટેન્ડીંગ

મંડપનો ખર્ચો બજાર ભાવથી બમણો હોવાનું તારણ કાઢી દરખાસ્ત કમિશ્નરને પરત મોકલી દેવાઇ : બેઠકમાં કુલ ૨૦.૯૮ કરોડના વિકાસકામો મંજુર કરતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૧ : મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ફલાવર-શોમાં થયેલ ૫૭ લાખના મંડપ ખર્ચેને નામંજુર કરી આ અંગેની દરખાસ્ત મ્યુ. કમિશ્નરને પરત મોકલી દઇ સ્ટેન્ડીંગ કમિટિએ વધુ એક કડદો ખુલ્લો પાડયો છે.

આ અંગે ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા યોજાયેલ ફલાવર-શોમાં મંડપ સર્વિસના કામ માટે પરમાર કિશોર મંડપને બે અલગ - અલગ બીલ મળી કુલ ૫૭ લાખનો ખર્ચ ચુકવવાની દરખાસ્તને મ્યુ.કમિશ્નર તરફ પરત મોકલી દેખાઇ છે.

સ્ટેન્ડીંગ કમિટિના આ નિર્ણય અંગે ચેરમેનશ્રી કાનગડે જણાવ્યું હતું કે, પરમાર કિશોર મંડપ સર્વિસનું જે બિલ રજૂ થયેલ તેની ચકાસણી કરવામાં આવતા તેમાં બજાર ભાવથી બમણા ભાવો રજૂ કરી બીલ મંજુર કરાવવાનું કારસ્તાન જોવા મળેલ. આમ, આ શંકાસ્પદ બિલને મંજૂર કરવાને બદલે કમિશ્નરને પરત મોકલી દેવાયેલ.

આ ઉપરાંત આજની બેઠકમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં લાઇટીંગ સહિતની સુવિધા માટે ૨૨.૩૨ લાખનો ખર્ચ મંજૂર કરવા

મોટી ટાંકી ચોકનું  સર્કલનું નવીનીકરણ

સ્ટેન્ડીંગ કમિટિએ આજની બેઠકમાં શહેરમાં મોટી ટાંકી ચોકમાં આવેલ. ટ્રાફિક સર્કલનું જનભાગીદારી નવીનીકરણ કરવા માટેની દરખાસ્ત મંજુર કરાઇ હતી. આ ટ્રાફિક સર્કલ 'નવગુજરાત સમય' દ્વારા ડેવલપ કરાશે તેમ ચેરમેનશ્રીએ જણાવેલ. તથા પ્લાસ્ટીક બોટલ વેન્ડીંગ મશીન, કર્મચારીઓને આરોગ્ય સહાય, ડ્રેનેજ વગેરે સહિત એજન્ડામાં રહેલ કુલ ૧૫ દરખાસ્તોનો નિર્ણય લઇને કુલ રૂ. ૨૦.૯૮ કરોડના વિકાસકામોને આજની સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કરી હતી.(૨૧.૨૭)

વેરા વળતર યોજના વધુ એક મહિનો લંબાવાઇ

રાજકોટ તા. ૩૧ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આગોતરો મકાન વેરો ભરનારા કરદાતાઓ માટે ૧૦ - ૧૫ ટકા વેરા વળતર યોજના અમલી બનાવાઇ છે. વધુ એક મહિના માટે લંબાવવા અંગે સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણય લેવાયો છે.આ અંગે મ્યુ. કમિશ્નરે કરેલા દરખાસ્ત મુજબ નવી કાર્પેટ વેરા પધ્ધતિ અમલી બનતા અનેક કરદાતાઓને નવા વેરા બીલ હજુ મળ્યા નથી તેમજ હજારો કરદાતાઓની વાંધા અરજીઓ પેન્ડીંગ છે. આથી આવા કરદાતાઓ વેરા વળતર યોજનાથી વંચિત ન રહે તે માટે હવે ૧૦ ટકા વળતર તથા મહિલાઓને ૧૫ ટકા વળતર યોજના આગામી સપ્ટેમ્બર માસનો અંત સુધી વધારવા અંગે નિર્ણય લેવાયો હતો.

 

(3:50 pm IST)