Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાજકોટવાસીઓએ કોર્પોરેશનની વાઇ ફાય સેવામાં ૩ હજાર જીબી ડેટા વાપર્યો

એક મહિનામાં ૧૬ હજાર લોકો લોગીન થયાઃ સૌથી વધુ રેસકોર્ષ, ભકિતનગર સર્કલ, બીશપ હાઉસ સહિતનાં વિસ્તારમાં ઘસારો

રાજકોટ તા. ૧ :.. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્રી વાઇફાય સેવા કાર્યરત કરવામાં આવી છે. ત્યારે ઓગસ્ટ માસમાં ૧૬ હજાર લોકો લોગીન થયા છે અને આ સેવામાં ૩ હજાર જીબી ડેટા વાપર્યો હોવાનું કોર્પોરેશનના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરીજનો માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ, સોરઠીયા વાડી, ભકિતનગર, કાલાવડ રોડ, બિશપ હાઉસ પાસે સહિતના ૮ સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં  આવી છે. દિવસે ને દિવસે આ સેવામાં લોકો ઉપયોગ વધુ થતો જોવા મળ્યો છે.

આ સેવાના આંકડા તરફ એક નજર કરીએ તો ૧ ઓગસ્ટની ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૬૧૬૭ લોકો લોગીન થયા છે. ૩૦૧૦-પ૬ જીબીડેટાનો ઉપયોગ કર્યો છે.જયારે શહેરના રેસકોર્સ ભકિતનગર સર્કલ તથા બીશપ હાઉસ સહિતના ૩ સ્થળોએ આ વાઇ-ફાઇ સેવાનો ઉપયોગ વધુ થતો હોવાનું આંકડાકીય માહિતી પરથી જોઇ શકય છે. જેમાં રેસકોર્સમાં ૭૧પ જીબી, ભકિતનગર સર્કલ ૪૧૩ જીબી તથા બીશપ હાઉસ ૩૭૬ જીબી ડેટાનો ઉપયોગ થયો જોવા મળ્યો છે. (પ-

(3:49 pm IST)