Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

યશોદા કા નંદલાલા, કિયા રાજકોટ મેં ઉજાલાઃ સોમવારે ભવ્ય ધર્મયાત્રા

મસ્તક મોર મુકુટ હે, શોભે હોઠ પેં બાસુરી પ્યારી, ઉંગલી પર ગોવર્ધન પર્વત ઓૈર સબ કે દિલમેં ગિરધારી...: હૈયાના હરખથી ઉજવણીમાં જોડાવા મહોત્સવ સમિતિનું જાહેર નિમંત્રણઃ ધર્મસભામાં સોહનજી સોલંકી મુખ્ય વકતાઃ નરેન્દ્રબાપુ ધર્માધ્યક્ષઃ વિજય ચોૈહાણ સમિતિના અધ્યક્ષ

જયશ્રી કૃષ્ણઃ વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અગ્રણીઓ નિતેષ કથીરિયા, વિજય ચોૈહાણ, કમલેશ શાહ, સુશીલ પાંભર, રિશિત શીંગાળા, દીપક ગમઢા, વિમલ લીંબાસીયા, રાજુ ઝુઝા, મિતલ ખેતાણી, રમેશ પરમાર, દેવજીભાઇ વાઘેલા, હર્ષ વ્યાસ, હિરેન પટેલ વગેરેએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઇ જન્માષ્ટમીની ઉજવણી અંગે માહિતી આપેલ અને સોમવારની ધર્મયાત્રામાં જોડાવા માટે સોૈ ભકતોને જાહેર નિમંત્રણ આપ્યું હતુ. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ૩૩મી શોભાયાત્રાનું અભુતપુર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફોૈજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આગામી તા. ૦૩ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે ૮-૦૦ કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે જેમાં બજરંગદળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધર્મસભાના મુખ્ય વકતા સોહનજી સોલંકી હાજર રહેશે.

આ વખતની શોભાયાત્રાના ધર્માધ્યક્ષ તરીકે આપાગીગાનો ઓટલો (ચોટીલા) ના મહંત પ.પૂ. શ્રી નરેન્દ્રબાપુ શોભાવશે. આ પ્રસંગે અનેક સંપ્રદાયના સાધુ-સંતો, મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. ધર્મસભા બાદ જન્માષ્ટમી શોભાયાત્રા રાજકોટ નગરના પરિભ્રમણ માટે પ્રસ્થાન કરશે. રથયાત્રાની શરૂઆતમાં પાવન કેશરીયો ધ્વજ લહેરાશે ત્યારબાદ આખી યાત્રા તેને અનુસરશે.

૧૦૧ યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિર્ફોમ સાથે ૧૫-તિરંગા સાથે રથયાત્રામાં જોડાશે. બોલબાલા ટ્રસ્ટના અલગ-અલગ ફલોટ, રાજકોટ મહાજન પાંજરાપોળ, શ્રીજી ગોૈશાળા, વેજીટેરીયન સોસાયટી સહિતની અનેક ગોૈશાળાના ફલોટ શોભાયાત્રામાં જોડાશે. ૨૪ કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના રૂટ પર જિલ્લા પંચાયત ચોક ખાતે જૈન સમાજના ચારેય ફીરકાઓ દ્વારા, સદર બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા, આમ્રપાલી ફાટક પાસે વોરા સમાજ દ્વારા એમ રૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ, દ્વારા ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળકાભેર કરવામાં આવશે. અનેક મંડળો, સંસ્થા, ગ્રુપ દ્વારા શરબત, પાણી, પ્રસાદી વિતરણ કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે હજારોની સંખ્યામાં રીક્ષામાં ઝંડીઓ લગાવવામાં આવી છે. ચોકે-ચોકે ધ્વજારોહણ અને લત્તે-લત્તે સુશોભનને આખરી ઓપ અપાઇ રહયો છે. ફલોટ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા સ્ટીકર, બેગ, પેન, કીચન, પર્સ, ધજા, પતાકા, બેનર સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યું હતું. શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો-મહંતો, સાધુઓ, સામાજિક, રજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો, મોભીઓ, શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાશે. સમગ્ર શોભાયાત્રા સુંદર રીતે પાર પાડવા માટે સમગ્ર રાજકોટનો પોલીસ સ્ટાફ, ટ્રાફીક પોલીસ વિભાગ, બજરંગદળ અને દુર્ગાવાહનીના કાર્યકર્તા ભાઇઓ-બહેનો પોતાની સેવા આપશે અને શોભાયાત્રાને વ્યવસ્થા અને સુરક્ષાનું કવચ પુરૂ પાડશે.

આ તકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ૨૦૧૮ના વર્ષના સમિતિના હોદેદારો વિવિધ સમિતિઓના ઇન્ચાર્જશ્રીઓ વિગેરેની ઘોષણા કરવામાં આવી છે. જે લીસ્ટ નીચે મુજબ છે.

માર્ગદર્શક સમિતિ :

નરેન્દ્રભાઇ દવે, શાંતુભાઇ રૂપારેલીયા, માવજીભાઇ ડોડીયા, હસુભાઇ ભગદેવ, હસુભાઇ ચંદારાણા, હરીભાઇ ડોડીયા, વલ્લભભાઇ દુધાત્રા, દેવજીભાઇ વાઘેલા.

અધ્યક્ષ : વિજયભાઇ ચોૈહાણ. મંત્રી શ્રી નિતેશભાઇ કથીરિયા, સહમંત્રી : રાહુલભાઇ જાની, રામભાઇ શાંખલા. કોષાધ્યક્ષ : વિનુભાઇ ટીલાવટ, કુણાલભાઇ વ્યાસ. કાર્યાલય મંત્રી : કલ્પેશભાઇ મહેતા. કાર્યાલય સહમંત્રી : હર્ષભાઇ વ્યાસ. ઉપાધ્યક્ષ : સુરેશભાઇ કણસાગરા, રાજુભાઇ જુંજા, પરેશભાઇ પોપટ, કમલેશભાઇ શાહ-એડવોકેટ, અશ્વિનગીરી ગોસાઇ-એડવોકેટ, દિપકભાઇ શાપરીયા, શશીભાઇ બાટવીયા, સુનિલભાઇ બાબરીયા, ભુપતસિંહ ઝાલા, દિપકભાઇ મદલાણી, અશેષભાઇ માંડવીયા, જયેશભાઇ કારેઠા, રમેશભાઇ પરમાર, લલીતભાઇ ચોવટીયા, ભરતભાઇ ધોળકીયા, પ્રવિણભાઇ ગોગીયા, કલ્પેશભાઇ ચાવડા, સુનિલભાઇ સુરાણી, નેૈમીષભાઇ પાટડીયા, ધર્મેન્દ્રભાઇ ભગત, દિપકભાઇ ડાયમા, હિંમતભાઇ વીરડા, મીતલભાઇ ખેતાણી, ચંદ્રેશભાઇ પટેલ, ઘનશ્યામભાઇ મકવાણા, જગદિશભાઇ ભારદીયા, સુરેશભાઇ મણીયાર, કાળુભાઇ વાઘેલા, ગોૈતમભાઇ ઘાવરી, મહેશભા ડોડીયા, ગીરીશભાઇ દેવડીયા, ભરતભાઇ સુરાણી, કુલદિપસિંહ . નિધી સમિતિ ઇન્ચાર્જ : વિનુભાઇ, મહેશભાઇ ડોડીયા, શ્રી દેવજીભાઇ દેત્રોજા, લલીતભાઇ વડેરીયા, અશોકસિંહ ડોડીયા, રાજુભાઇ જુંજા, દેવજીભાઇ વાઘેલા, ઇશ્વરભાઇ શર્મા. સંસ્થા મંડળ સંપર્ક ઇન્ચાર્જ : મહાવીરસિંહ જાડેજા(વોર્ડ ન.૧ વિવેકાનંદ પ્રખંડ), વિનોદભાઇ દુધીયાણી (વોર્ડ ન.૨ મારૂતિ પ્રખંડ), અમિતભાઇ કોટક (વોર્ડ ન.૩વાલ્મીકી પ્રખંડ), સુશીલભાઇ પાંભર (વોર્ડ ન.૪ વેલનાથ પ્રખંડ), સંદિપભાઇ આસોદરીયા (વોર્ડ ન.૫ રણછોડ પ્રખંડ), રમેશભાઇ લીંબાસીયા (વોર્ડ ન.૬ વિશ્વકર્મા પ્રખંડ), વિશાલભાઇ નાંઢા (વોર્ડ ન.૭ વર્ધમાન પ્રખંડ), ધ્રુવભાઇ કુંડેલ (વોર્ડ ન.૮ અક્ષર પ્રખંડ), અનિરૂધ્ધસિંહ ચાવડા (વોર્ડ ન.૯ નટરાજ પ્રખંડ), મનોજભાઇ કદમ (વોર્ડ ન.૧૦ સરદાર પ્રખંડ), રશ્મીતભાઇ પટેલ (વોર્ડ ન.૧૧ ગોકુળ પ્રખંડ), રીશીતભાઇ શીંગાળા (વોર્ડ ન.૧૨ વૃંદાવદ પ્રખંડ), ધનરાજભાઇ રાઘાણી (વોર્ડ ન.૧૩ કૃષ્ણ પ્રખંડ), વિશાલભાઇ નાંઢા (વોર્ડ ન.૧૪ નંદ પ્રખંડ), મનીષભાઇ મિયાત્રા (વોર્ડ ન.૧૫ આંબેડકર પ્રખંડ),ઉદયભાઇ ખાટરિયા  (વોર્ડ ન.૧૬ નિલકંઠપ્રખંડ) અનિલભાઇ સરવૈયા (વોર્ડ ન.૧૭ શિવાજી પ્રખંડ), અનીલભાઇ કમાણી (વોર્ડ ન.૧૮ મહારાણાપ્રખંડ). ધ્વજારોહણ ઇન્ચાર્જ : હર્ષભાઇ ધિયા (વોર્ડ ન.૧ વિવેકાનંદપ્રખંડ), હર્ષભાઇ વ્યાસ (વોર્ડ ન.૨ મારૂતિ પ્રખંડ), મયંકભાઇ કોટક (વોર્ડ ન.૩ વાલ્મીકી પ્રખંડ), વિમલભાઇ લીંબાસીયા (વોર્ડ ન.૪ વેલનાથ પ્રખંડ), અલ્પેશભાઇ (વોર્ડ ન.૫ રણછોડ પ્રખંડ), ભાવેશભાઇ મકવાણા (વોર્ડ ન.૬ વિશ્વકર્મા પ્રખંડ), જીતેશભાઇ રાઠોડ (વોર્ડ ન.૭ વર્ધમાન પ્રખંડ), ભરતભાઇ વડેરા (વોર્ડ ન.૮ અક્ષર પ્રખંડ), ભાર્ગવ ભાઇ ટીલાવત (વોર્ડ ન.૯ નટરાજ પ્રખંડ), કિશનભાઇ મકવાણા (વોર્ડ ન.૧૦ સરદારપ્રખંડ), સતિષભાઇ જીજરીયા (વોર્ડ ન.૧૧ ગોકુળ પ્રખંડ), બિજલભાઇ વડગામા (વોર્ડ ન.૧૨ વૃંદાવન પ્રખંડ), હાર્દિકભાઇ વાઘેલા  (વોર્ડ ન.૧૩ કૃષ્ણ પ્રખંડ), આનંદભાઇ  રાધનપુરા (વોર્ડ ન.૧૪ નંદ પ્રખંડ), પ્રશાંતભાઇ (વોર્ડ ન.૧૫ આંબેડકર પ્રખંડ), રવિભાઇ જાંબુકીયા (વોર્ડ ન.૧૬ નિલકંઠ પ્રખંડ), સંજયભાઇ સાકરીયા (વોર્ડ ન.૧૭ શીવાજી પ્રખંડ), અંકિતભાઇ વેકરીયા (વોર્ડ ન.૧૮ મહારાણા પ્રખંડ).ધર્મયાત્રા રૂટ વ્યવસ્થા ઇન્ચાર્જ : ધનરાજભાઇ રાધાણી, વનરાજભાઇ ચાવડા, રીશીતભાઇ શીંગાળા. મુખ્ય રથ વ્યવસ્થા ઇન્ચાર્જ : વલ્લભભાઇ દુધાત્રા, કલ્પેશભાઇ રાવલ, હિનેશભાઇ મકવાણા, દિપકભાઇ ગમઢા, કિશોરભાઇ તન્ના, અશોકસિંહ ડોડીયા, વિમલભાઇ બગડાઇ, પંકજભાઇ બકુત્રા, ચંદ્રસિંહ ડોડીયા. પ્રેસ મીડિયા ઇન્ચાર્જ : શ્રી પારસભાઇ શેઠ. કાનુની માર્ગદર્શક સમિતિ : પિયુષભાઇ શાહ, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, ધવલભાઇ ખખ્ખર (સી.એ.), નિતેશભાઇ કથીરિયા, કમલેશભાઇ ડોડીયા, હિતેનભાઇ મહેતા, રક્ષીતભાઇ કલોલા. ધર્મયાત્રા વ્યવસ્થા ઇન્ચાર્જ : હિરેનભાઇ પટેલ, દલસુખભાઇ જાગાણી, ગોરધનભાઇ કાપડીયા, રાજુભાઇ જુંજા, મોહનભાઇ વાડોલીયા, જેરામભાઇ વાડોલીયા, મનસુખભાઇ ધંધુકીયા, મનોજભાઇ ડોડીયા. ધર્મસભા વ્યવસ્થા ઇન્ચાર્જ : નિતેશભાઇ કથીરિયા, દિપકભાઇ ગમઢા, રશ્મીતભાઇ પટેલ, રાહુલભાઇ જાની, રામભાઇ સાંખલા, રાજુભાઇ જુંજા. રથયાત્રા સમાપન ઇન્ચાર્જ : વલ્લભભાઇ દુધાત્રા, સુશીલભાઇ પાંભર, સંદિપભાઇ આસોદરીયા, વનરાજભાઇ ચાવડા, અનિરૂધ્ધસિંહ ચાવડા, મનોજભાઇ કદમ. તાવા પ્રસાદ ઇન્ચાર્જ : રામભાઇ શાંખલા, ભાર્ગવભાઇ ટીલાવત, સુશીલભાઇ પાંભર, જીતેશભાઇ રાઠોડ, વનરાજભાઇ ચાવડા, સોનલબેન દવે. ગોપી -કિશન સ્પર્ધા ઇન્ચાર્જ : રાહુલભાઇ જાની, રમાબેન હેરમા (કન્વીનર), દુર્ગાવાહની મહિલા વિભાગ. સંત સંપર્ક ઇન્ચાર્જ : હરીભાઇ ડોડીયા, હસુભાઇ ચંદારાણા, શાંતુભાઇ રૂપારેલીયા, ુસુશીલભાઇ પાંભર, નિતેશભાઇ કથીરિયા, વિનુભાઇ ટીલાવત, રાહુલભાઇ જાની, રામભાઇ સાંખલા. લત્તા સુશોભન તથા ફલોટ નિર્ણાયક કમીટી : અશ્વિનભાઇ ગોસાઇ, નરેન્દ્રસિંહ ચાવડા, રક્ષીતભાઇ કલોલા, વિનોદભાઇ પેઢડીયા, નયનાબેન પેઢડીયા, સોનલબેન દવે, હરેશભાઇ દેસરાણી, કાંતિભાઇ બગડા, સુશીલભાઇ પાંભર, સંદિપભાઇ આસોદરિયા, વિમલભાઇ લીંબાસીયા, રમેશભાઇ લીંબાસીયા. રીક્ષા ઝંડી બેનર ઈન્ચાર્જ : શ્રી રામભાઇ શાંખલા.

રાજકોટ ગુડસ ટ્રન્સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામુલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઇજાતનો ચાર્જ લીધા વગર નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહયાં છે. માટે દરેક ચાલકોને મહોત્સવ સમિતિ દ્વારા એક પ્રોત્સાહિત પુરસ્કાર રૂપે ગીફટ આપવામાં  આવશે.

૧૫૧ જેટલા ગૃપ, મંડળો દ્વારા નોંધણી તથા લત્તાસુશોભન અને એનક પ્રકારની થીમ તથા સંદેશાઓ પાઠવતી કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. જેને સમિતિ દ્વારા બનેલી નિર્ણાયક કમીટીના મુલ્યાંકન બાદ ઇનામ આપીને નવાજવામાં આવશે આ તમામ કૃતિની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક મંડળ, સંસ્થા, ગૃપ દ્વારા તા. ૦૧ના રોજ આ તમામ કૃતિઓ ખુલ્લી મુકવામાં આવશે. તા. ૦૧ અને ૦૨ એમ બે દિવસ જન્માષ્ટમી મહોત્સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વારા મુલ્યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઇનામથી નવાજવામાં આવશે.

આ જજનો કમીટીમાં જજ તરીકે વિનોદભાઇ પેઢડીયા, નયનાબેન પેઢડીયા, અશ્વિનભાઇ ગોસાઇ, નરેન્દ્રસિંહ ચાવડા, રક્ષીતાઇ કલોલા, સોનલબેન દવે, હરેશભાઇ દેસરાણી, કાંંતિભાઇ બગડા, સુશીલભાઇ પાંભર. હરેશભાઇ દેસરાણી, કાંતિભાઇ બગડા, સુશીલભાઇ પાંભર, વિમલભાઇ લીંબાસીયા, સંદિપભાઇ આસોદરીયા, રમેશભાઇ લીંબાસીયા, દિલીપભાઇ જોશી, રાજુભાઇ ગોસ્વામી, કિશોરભાઇ માંડલીક સહિતના મહાનુભાવો સેવા આપશે. તો તમામ સ્પર્ધકો પોતાની કૃતિ આજે તા. ૦૧ની સાંજે પહેલા પુરી કરી લ્યે તેવી અપીલ જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય મંત્રી કલ્પેશભાઇ મહેતા તથા સહકાર્યાલય મંત્રી હર્ષભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવી છે.

આ તકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવવા અને મોટી સંખ્યામાં આ યાત્રાના દર્શનાર્થે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે-સાથે સમિતિ દ્વારા ચાલુ શોભાયાત્રા વખતે કોઇપણ જાતના હથિયારો, લાવવા, તેનું પ્રદર્શન કરવા, અંગ કસરતના દાવ કરવા, બેફીકરાઇથી વાહન ચલાવવા, પ્રસાદી અને પાણીના પાઉંચ ફેકવા અને કોઇપણ જાતની ગેરપ્રવૃતિથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

રાજકોટના પોલીસ કમિશનરશ્રીના સહયોગથી પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા દરમ્યાન સુરક્ષા અને વાાહન વ્યવહાર સુચારૂરૂપે થઇ શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાને સફળ બનાવવા દરેક સહયોગ કરે તેવી અપેક્ષા મહોત્સવ સમિતિના હોદેદારોએ તમામ પાસે રાખી છે. તેમ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ પારસ શેઠની યાદીમાં જણાવે છે.(૧.૧૮)

જન્માષ્ટમી યાત્રા આંકડાકીય નજરે...

* ૨૦૦૦૦૦ નંગ પતાકા, ૩૫૦૦૦ સ્ટીકર, ૧૫૦૦૦ ઝંડી, ૬૦૦૦ થેલી, ૧૫૦ ધ્વજાનું વિતરણ કરવામાં આવ્યું.

* ૨૯૦૦ લોકો રથયાત્રામાં પ્રારંભથી અંત સુધી સાથે રહેશે.

* ૩૦૮ જેટલા વાહનો જોડાશે જેમાં ૧૦૨ મોટા વાહનો, ૬૫ નાના વાહનો, ૧૪ થ્રી વ્હીલર, ૧૨૭ ટુ-વ્હીલર સામેલ છે.

* ૧૩૬ ગ્રુપ, મંડળો દ્વારા નોંધણી કરાવવામાં આવી.

* ૪૮ ગ્રુપ મંડળો દ્વારા લતા સુશોભન હરીફાઇમાં ભાગ લેવામાં આવ્યો.

* ૧૨૬ જેટલા સમિતિ ઇન્ચાર્જ તથા કાર્યકરોની ર્ફોજ કાર્યરત રહી.

* ૧૧૪ જેટલા ફલોટસ રથયાત્રામાં જોડાશે.

* ૩૯ સ્થળો પર શરબત, પાણી, પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે.

*૨૧ જગ્યા પર ધ્વજારોહણ કાર્યક્રમો કરવામાં આવ્યા.

*૧૭ જગ્યાએ અલગ-અલગ સમાજ, જ્ઞાતિ, ગ્રુપ, મંડળ, સંસ્થા દ્વારા થશે શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત.

* ૨૪ કિ.મી.નો સમગ્ર રથયાત્રાનો રૂટ રહેશે.

* ૨૬ જેટલી અલગ-અલગ વ્યવસ્થાની સમિતિઓ બનાવવામાં આવી.

* રકિ.મી. રથયાત્રાની કુલ લંબાઇ થશે.

* ૪૫૦ જેટલા બજરંગદળ અને દુર્ગાવાહીનીના કાર્યકર્તા ભાઇઓ-બહેનો રથયાત્રાને સુરક્ષા કવચ પુરૂ પાડશે.(૧.૧૭)

(3:48 pm IST)