Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

શાપર-વેરાવળમાં ખાનગી બસને અકસ્માત રોડ પરના મંદિરનો બુકડો બોલી ગયો

ટાયર ફાટતા બસ મંદિરને હડફેટે લઇ સર્વિસ રોડ પર ચડી ગઇઃ કોઇ મુસાફરોને ઇજા નથી

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બસ અને બીજી તસ્વીરમાં મંદિરના બુકડો બોલી ગયો તે નજરે પડે છે. (તસ્વીર : કમલેશ વાસાણી શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ તા. ૧ :.. શાપર-વેરાવળમાં હાઇવે પર આજે સવારે ખાનગી બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં બેઠેલા તમામ મુસાફરોનો ચમત્કારી બચાવ થયો હતો. જો કે, બસ હડફેટે રોડ પરના મંદિરનો બુકડો બોલી ગયો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ શાપર-વેરાવળ હાઇવે પર આજે સવારે અમદાવાદ થી જૂનાગઢ જઇ રહેલી જી.જે.-૩-બી. વાય. પપ૦૦ નંબરની ખાનગી બસનું ટાયર ફાટતા બસ સર્વિસ રોડના મેલડી મા ના મંદિરને હડફેટે લઇ સર્વિસ રોડના ડીવાઇડર પર ચડી ગઇ હતી.

આ અકસ્માતમાં બસ હડફેટે મંદિરનો બુકડો બોલી ગયો હતો. સદભાગ્યે બસમાં બેઠેલા કોઇ મુસાફરોને ઇજા થઇ ન હતી. (પ-ર૦)

(3:44 pm IST)