Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મવડી મેઇન રોડ પર ૨૧ ફુટના હિંડોળા દર્શન

શકિત યુવા ગ્રુપ પરિવારના સભ્યો દ્વારા જન્માષ્ટમીનું સતત ૧૪માં વર્ષે આયોજનઃ મટકી ફોડ, રાસગરબા, ૫૬ ભોગ, અન્નકોટ, રોશનીનો ઝળહળાટ

 રાજકોટઃ તા.૧, સમગ્ર શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી શરૂ થઇ ગઇ છે ત્યારે મવડી રોડ પર શકિત યુવા ગ્રૃપ દ્વારા સતત ૧૪માં વર્ષે જન્માષ્ટમી મહોત્સવ જોશભેર ઉજવણી કરવામાં આવશે. દર વખતની જેમ ૨૧ ફુટના હિંડોળા દર્શન કનૈયાના જન્મ સુધી એટલે કે આઠમ સુધી ભકતો એનો લાભ લઇ શકશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેમકે મટકી ફોડ, રાસ ગરબા, ૫૬ ભોગ અન્નકોટ તેમજ એક કી.મી. સુધી રોશનીનો શણગાર રાખવામાં આવ્યો છે.

 આ ઉપરાંત જન્માષ્ટમીના મટકી ફોડ  રાસ ગરબાનું તેમજ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે વિવિધ ફલોટ્સ રાસલીલા, ૧૨-જયોતિલીંગના દર્શન, રાધેક્રિષ્નાનો હિંડોળો, ગાય જશોદા અને કાનુડો નંદલાલ, કૃષ્ણ ભગવાનની લીલા, ગ્રામીણ મકાનો, તેમજ દર વખતની જેમ એક કી.મી. સુધી રોશનીના ઝગમગાટ સાથે ૨૧ ફુટના હિંડોળા દર્શનનો લાભ લઇ શકશે.

 શકિત યુવા ગ્રુપના માર્ગદર્શક રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ   ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહન ભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ નેતા નીતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રાજકોટના ધારાસભ્ય ગૌવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો   પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન ભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, મવડી પ્લોટના પૂર્વ કોર્પોરેટરો હરિભાઈ ડાંગર, રાજુભાઈ બોરીચા, ભીખાભાઈ વસોયા, કાન્તીભાઈ ઘકેટીયા, અશ્વિનભાઈ પાંભર, સુરેન્દ્રસિંહ વાળા, દિનેશભાઈ ટોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, જગદીશભાઈ અકબરી (એસ.એસ મીઠાઈ), વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઈ ભુવા, માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. ચુડાસમા , પી.એસ.આઈ.શ્રી  જોગરાણા, પી.એસ.આઈ.  ખાચર, તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેશે.

આયોજનમાં  અશોકભાઈ ભરવાડ, શૈલેશભાઈ ડાંગર,જગદીશભાઈ અકબરી (એસ.એસ,મીઠાઈ) મુન્નાભાઈ ભરવાડ, પ્રફુલભાઈ કગથરા, આશિષ પટેલ, જાનીભાઈ, મહાવીરભાઈ ખુમાણ, બાલાભાઈ વાંજા, સુરેશભાઈ રાઠોડ રમેશભાઈ બાલસરા, નવનીતભાઈ જાદવ, અશ્વિનભાઈ જળુ, વિજયભાઈ વીરડીયા,  અજીતભાઈ ડાંગર, તેમજ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. ( તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૭)

(3:42 pm IST)