Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

દેશના અનેક રાજયોમાં સ્કોર્પીયો કારની ચોરી કરતી આંતરરાજય રાજસ્થાનની ગેંગને પકડી પાડતી લેતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંન્ચ

એસીપી ડી.વી. બસિયા, પીઆઇ વી.કે.ગઢવીની સૂચના અને પીએસઆઈ પી.એમ.ધાખડા તથા પીએસઆઈ વી.એમ.રબારીની રાહબરીમાં હેડકોન્સ. અમીત અગ્રાવત, કોન્સ. નગીનભાઇ ડાંગર તથા એભલભાઇ બરાલીયાની બાતમી પરથી સફળતા

રાજકોટ:  શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંતર રાજ્ય કારચોર રાજસ્થાની ટોળકીના 4 શખ્સોને પકડી લઈ કોરાઉ સ્કોર્પિયો કબ્જે કરી છે. મોટે ભાગે રાજકોટ, ગોંડલ, મોરબીમાંથી આ ગાડીઓ ચોરી હતી.

 કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી પ્રવિણકુમાર ઝોન-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા ઝોન-ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ શ્રી ડી.વી.બસીયાએ રાજકોટ શહેર વિસ્તારમા મિલ્કત સબંધી ચોરી, લુંટ વીગેરે ગુન્હાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એમ.ધાખડા તથા એમ. વી. રબારી તેમની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન ટીમના પો. હેડ કોન્સ. અમીત અગ્રાવત, પો. કો. નગીનભાઇ ડાંગર તથા એભલભાઇ બરાલીયાને મળેલ હકીકત આધારે બીજા રાજયમાંથી ગુજરાતમાં આવી વાહન ચોરી કરતી ટોળની પકડી પાડવામા આવેલ છે

પકડાયેલા આરોપીઓ 

(૧) ઓમપ્રકાશ સ/ઓ ખંગારારામ સુર્જનરામ ખીલેરી રહે. આંમ્બાકા ગોલીયા ગામ (જાંબ) તા. ચિતલવાના જી. જાલોર રાજસ્થાન (પકડાયેલ છે.)

 (૨) અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ ખીલેરી બીસ્નોઇ રહે, નીમલીપટલાને તા. રોહત જી.

રાજસ્થાન (પકડાયેલ છે.) 

(૩) ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ સ/ઓ ભગવાનરામ વગદારામ ડારા-બીસ્નોઇ રહે. પુરગામ ડારાકી ધાણી સ્કુલ પાસે, તા.રાનીવાડા જી. જાલોર રાજસ્થાન (પકડાયેલ છે.) 

(૪) પીરારામ લાડુરામ જાણી, બીસ્નોઇ રહે. પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર (પકડાયેલ છે.)

પકડવાના બાકી આરોપીઓ:

(૧) મોટારામ મુળારામ કડવાસરા રહે. ચવાગામ તા. બાયતુ જી. બાડમેર

(૨) બંશીલાલ અન્નારામ ખીલેરી રહે. મોખાત્રા ગામ તા. રાણીવાડા જી. જાલોર

(૩) ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ ખીલેરી બીસ્નોઇ રહે. પનોરીયા તા. સેડવા જી. બાડમેર (૪) ઓમપ્રકાશ જોરારામ ખીલેરી રહે. અરણાય ગામ તાલુકો સાંચોર જી. જાલોર થાના કરડા

• ગુનાની વિગત :

આ કામના આરોપીઓ બે સ્વીફટ કારમાં રાજકોટ માં ચોરી કરવા આવવાની હકીકત આધારે વાહન ચેકીંગ ગોઠવી ઉપરોકત પકડાયેલ ચારેય ઇસમો કે જેઓ રાજસ્થાનના હોય અને ગુજરાત પાર્સીંગ ની મારૂતી સ્વીફટ કાર લઇને તેમજ XTOOL કંપનીનુ મોડલ નં. X100PAD Elit મોડલનુ કી પ્રોગ્રામર/ કાર સ્કેનર ચાર્જીંગ કેબલ સાથેનુ છે. જેની કિરૂ.૧,૦૦,૦૦૦/- નુ મળી આવેલ જે તેમજ એક બોકસ જેમાં જીપીએસ કે-૧૮ ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જીંગ કેબલ સાથેનુ છે જે જીપીએસ ટ્રેકર કરવા માટે ઉપયોગમાં લેવાય તે છે. જેની કિરૂ. ૧૫,૦૦૦ છે.

મળેલો મુદામાલ -

(૧) મારૂતી સ્વીફટ કાર જીજે-૦૩- જેસી - ૬૬૩૪ કી.રૂ.૩,૦૦,૦૦0/ 

(૨) મારૂતી સ્વીફટ કાર જીજે-૦૧-આરઝેડ-૦૮૭૨ કી.રૂ.૩,૦૦,૦૦૦/ (3) XTOOL કંપનીનુ મોડલ નં. X100PAD EIt મોડલનુ કી પ્રોગ્રામર/ કાર જેની કિરૂ.૧,૦૦,૦૦૦ નુ મળી આવેલ જે

(૪) જીપીએસ કે-૧૮ જીપીએસ ટ્રેકર ઇન્સ્ટ્રુમેન્ટ કિરૂ. ૧૫,૦૦૦/

(૫) મોબાઇલ ફોન નંગ-૪ કિરૂ.૨૦,૦૦૦/

(૬) બે ડીસમીશ કિરૂ. ૦૦/૦૦

(૭) ચાર નંબર પ્લેટ બે અલગ-અલગ નંબરની જીજે-૦૩- જેસી – ૬૬૩૪ તથા જીજે-૧૦-બીઆર-૫૫૧૪

કુલ મુદામાલ- ૩૭,૩૫,૦૦૦નો કબ્જે કરાયો છે.

રાજકોટથી ચોરી કરી કારનો અફીણના ડોડવાની હેરાફેરીમાં ઉપયોગ થતો હતો. તેમજ આ દરમ્યાન પોલીસ પર ફાયરીંગ થયેલ જેમાં પણ આ કારનો ઉપયોગ થયેલ હતો

રાજકોટ શહેરમાંથી ચોરી થયેલ સ્કોર્પીયો કાર જેમાં રાજકોટ બી. ડીવી. પો. સ્ટે. ગુરન ૧૧૨૦૮૦૫૧૨૧ ૧૩૧૯/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ ના કામે ચોરી થયેલ સ્કોર્પીયો કાર નં. જીજે-૩૬એફ-૮૭૧૬ તથા રાજકોટ તાલકા પો. સ્ટે. ગુરન ૧૧૨૦૮૦૫૩૨૧૦૫૯૩/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ ના કામે ચોરીમા ગયેલ કાળા કલરની સ્કોર્પીયો જીજે-૦૩-એલબી-૮૮૨૦ ની ચોરી બાદ આરોપીએ વેચાણ કરી દિધેલ જે કાર ખરીદનારે આ કારનો ઉપયોગ અફીણના ડોડવા ની હેરાફેરી કરવામાં કરેલ જે હેરાફેરી દરમ્યાન ગઇ તા.૧૦/૦૪/૨૦૨૧ ના રાતના સાડા નવ દશ વાગ્યાના અરસામાં રાજસ્થાનના ભીલવાડા જીલ્લા માં કોટડી પો. સ્ટે. ની હદમાં આવેલ નંદરાય રોડ કોટડી બાયપાસ મંશા રોડ પર પીકઅપ વાહનમાં ગાંજો આવવાની રાજસ્થાન પોલીસને હકીકત મળેલ હોય જે હકીકત આધારે પોલીસે નાકાબંધી કરેલ હોય દરમ્યાન પીકઅપ વાહન તેમજ સ્કોર્પીયો ગાડી આવેલ જે ગાડી પોલીસે રોકતા પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ની કરી બન્ને કાર ત્યાંથી જતી રહેલ ત્યાર બાદ થોડી વારમાં બીજી પીકઅપ વાહન તેમજ સ્કોર્પીયો કાર આવેલ અને પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરેલ જેમાં પો.કોન્સ. ઓમકારજી એ લાકડી મારી કાળા કલરની સ્કોર્પીયો કાર નો કાચ તોડી નાખેલ તેમજ સ્કોર્પીયો ગાડીમાં 3 વ્યક્તિઓ ઓટોમેટીક હથિયાર સાથે હતા. જેઓએ પોલીસ ઉપર ફાયરીંગ કરેલ હતું. જે ફાયરીંગમાં પોલીસ કર્મચારી ઓમકારજી ને ઇજા થતા તેઓ સારવાર દરમ્યાન મરણ ગયેલ હતા. જે અંગે રાજસ્થાન ના ભીલવાડા જીલ્લા ના કોટડી પો. સ્ટે. ગુરન ૭૨/૨૦૨૧ ઇપીકો કલમ ૧૪૩,૩૩૨, ૩૫૩, ૩૬૩, ૩૦૨, ૩૦૭, ૪૨૭ તથા આર્મસ એકટની કલમ ૩, ૨૫ મુજબ ગુનો દાખલ થયેલ છે.

તેમજ ઉપરોકત બનાવ બાદ રાજસ્થાન પોલીસે વાહન ચેકીંગ રાખેલ હોય ત્યારે સદરહુ ઉપરોકત કાળા કલરની સ્કોર્પીયો કાર તથા ઇસુઝુ કાર ભીલવાડા જીલ્લાના રાયલા પો. સ્ટે. ની હદમાં આવેલ સેરરી રેલ્વે ફાટક પાસે પોલીસને જોવામાં આવતા પોલીસે પીછો કરતા કાર કાચા રસ્તેથી લીરડીયા ખેડા સેરેડ ખાતે આધુનીક હથિયારથી સ્કોર્પીયો કારમાં બેઠેલ માણસોએ પોલીસ પર ફાયરીંગર કરેલ જેમાં કોન્સ્ટેબલ પવનકુમારને માથાના ભાગે ગોળી લાગતા મરણ ગયેલ તેમજ સ્કોર્પીયો ગાડીમાં આરોપીઓ ભાગી ગયેલ તેમજ ઇસુઝુ કાર ત્યાંજ પડી રહેલ જે કારની જડતી કરતા તેમાંથી ૬૦૦ કીલો અફીણના ડોડવાનો ભુક્કો ભળી આવેલ જે બનાવ સંબંધી રાજસ્થાનના ભીલવાડા જીલ્લા ના રાયલોગ પો. સ્ટે. માં ગુરન ૫૫/૨૧ આઇપીસી કલમ ૩૦૨, ૩૦૭, ૩૫૩, ૩૩૨, ૩૪, ૪૨૭, તથા એનડીપીએસ એકટ ની કલમ ૮, ૧૫ તથા આર્મસ એકટ ની કલમ ૩, ૨૫ મુજબ નો ગુનો નોંધાયેલ છે.

તેમજ રાજસ્થાન બાડમેર જીલ્લાના સિણધરી પો. સ્ટે. માં ના સ્ટાફે તા.૧૯/૦૪/૨૧ ના કલાક ૧૭/૩૦ થી ૨૩/૦૦ દરમ્યાન ગાચીડા સિધારરી ખાતે ગોડાઉનમાં પોલીસે રેઇડ કરી ૧૮.૫૦૦ કી.ગ્રા અફીણના ડોડવા તેમજ હથિયાર સફાઇ કરવાના સાધનો તેમજ ઉપરોકત રાજકોટમાંથી તથા મોરબીમાંથી ચોરીમાં ગયેલ બન્ને સ્કોર્પીયો કાર કબજે કરવામાં આવેલ તેમજ આરોપી (૧) રાજુ ઉર્ફે ફોજી કરણરામ રહે. કલ્યાણપુર બાડમેર જી. રાજસ્થાન (૨) પબુરામ ગોરસીયા રહે. બાગોડા, જાલાર, રાજસ્થાન (૩) સોનારામ ભાનરામ રહે. સિણધરી, બાડમેર, રાજસ્થાન વાળાઓ વિરૂધ્ધ સિણધરી પો. સ્ટે. ગુરન ૭૬/૨૦૨૧ એનડીપીએસ એકટ કલમ ૮, ૧૫ મુજબ નો ગુનો દાખલ થયેલ છે.

તેમજ રાજકોટમાંથી ચોરાયેલ કાળી સ્કોર્પીયો ભીમ પો. સ્ટે. જી. રાજમંદ, રાજસ્થાન ખાતે કબજે થયેલ છે.

- ગુનાઓની કબુલાત.

(૧) આશરે બે વર્ષ પહેલા વડોદરા પાસે પાદરા ખાતેથી (૧) ઓમપ્રકાશ ખેંગારારામ તથા (૨) ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ એમ બંન્નેએ એક આઇસર કંપનીના દુધના ટેન્કરની ડાયરેક્ટ કરી ચાલુ કરી ચોરી કરેલ તે ટેન્કર અમોએ ગણેશારામ આઇદાનરામ પ્રજાપતી જેસાર ગામ બીજરાડ જી. બાડમેર વાળાને રૂ.૧,૦૦,૦૦૦/- મા વેંચેલ હતુ જે ટેન્કર બાદમા પકડાય ગયેલ અને તેમા ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ તથા મારો ભાઇ જયકીશન એમ પકડાયેલ છે અને મને ઓમપ્રકાશ ખંગારારામ પકડવાનો બાકી છે (૨) ગયા વર્ષ-૨૦૨૦ ના ફેબ્રુઆરી મહીનાના છેલ્લા દીવસે સુરેન્દ્રનગર રતનપર ગામ પાસેથી એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી (૧) ઓમપ્રકાશ ખેંગારારામ તથા (૨) ઓમપ્રકાશ ભગવાનરામ એમ બન્નેએ ચોરી કરેલ હતી અને તે કાર પ્રકાશકુમાર ડુંગરારામ જાટ રહે. ચવા બાડમેર રાજસ્થા વાળાને આપેલ હતી. (૩) આશરે એકાદ વર્ષ પહેલા (૧) ઓમપ્રકાશ ગંગારારામ (૨) ઓમપ્રકાશ ભગવાનરામ તથા (૩) ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ એમ ત્રણેય અલ્ટો ગાડી લઇને સુરેન્દ્રનગર આવેલ અને ત્યા સત્રીના સમયે વઢવાણ એક સર્કલ પાસે આવેલ સોસાયટી મા એક રહેણાક મકાન માંથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી એસ-૧૦ મોડલ ની ચોરી કરેલ હતી અને તે કાર મોટારામ મુળારામ કડવાસરા જે ચવાગામ તા. બાયતુ જી. બાડમેર નો છે તેને ૩.૧,૫૦,૦૦૦/- વેંચી નાખેલ અને આ ગુન્હામા ઓમપ્રકાશ ડારા પકડાય ગયેલ છે અને તેમા ઓમપ્રકાશ અંગારારામ તથા ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ બંન્ને પકડવાના બાકી છે,

(૪) આશરે ૧૧ મહીના પહેલા નડીયાદ ખાતે (૧) ઓમપ્રકાશ ખંગારારામ (૨) ઓમપ્રકાશ ભગવાનરામ તથા (૩) ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ એમ ત્રણેય સ્વીફટ કાર લઇને ગયેલ અને ત્યા હોસ્પીટલ નજીક કોમ્પોર્ટ હોટલ ના પાર્કીંગ માંથી રાજસ્થાન પાર્સીંગ ની સફેદ કલરની સ્કોર્પિયો ગાડી એસ-૧૧ મોડલ ની ચોરી કરેલ હતી અને તે કાર મોટારામ મુળારામ કડવાસા જે ચવાગામ તા. બાયતુ જી. બાડમેર નો છે તેને રૂ.૧,૫૦,૦૦૦/- વેંચી નાખેલ છે.

(૫) આશરે ૧૧ મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ તથા (૨) ઓમપ્રકાશ ભગવાનરામ બંન્ને સ્વીફટ કાર લઇને પેટલાદ આવેલ અને રાત્રીના સમયે પેટલાદ જકાતનાકા પાસે એક સોસાયટી માંથી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી ગુજરાત પાર્સીંગની ૩૦૩૦ નંબર ની હતી તેની ચોરી કરેલ અને તે ગાડી મોટારામ મુળારામ કડવાસરા જે ચવાગામ તા. બાયતુ જી. બાડમેર નો છે તેને રૂ.૧,૦૦,૦૦૦/-વેચી નાખેલ.

(૬) આશરે ૧૧ મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખંગારારામ તથા (૨) પીરારામ લાડુરામ જાણી, બીસ્નોઇ કે જે પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર તથા (3) ઓમપ્રકાશ ભગવારામ એમ અમે ત્રણેય પીરારામની સ્વીફટ કાર લઇને આવેલ અને વડોદરા મકરપુરા માણેજા ચોકડી નજીક ની એક સોસાયટી માંથી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરી લઇ ગયેલ અને તે ગાડી જગદીશકુમાર ડુંગરારામ તથા શંકરલાલ જાટ ને ચવાગામ તા. બાયતુ જી. બાડમેરના છે તેને ૧,૫૦,૦૦૦/- માવેંચી નાખેલ અને બાદ તે બંન્ને થોડા સમય બાદ આ ગાડી સાથે પકડાય ગયેલ હતા જેમા ઓમપ્રકાશ ખેંગારારામ તથા પીરારામ તથા ઓમપ્રકાશ ભગવવાનરામ પકડાયેલ નથી.

(૭) આશરે ૧૦ મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખગારારામ તથા (૨) ઓમપ્રકાશ ભગવાનરામ બંન્ને સ્વીફટ કાર લઇને સાણંદ આવેલ અને રાત્રીના સમયે બાવળા રોડ ઉપર એક સોસાયટી માંથી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરી લઇ ગયેલ અને તે ગાડી મોટારામ મુળારામ કડવાસરા રહેચવાગામ તા. બાયતુ જી. બાડમેર વાળાને રૂ.૧,૦૦,૦૦૦/- માં વેચી નાખેલ હતી. (૮) આશરે નવેક મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (૨) અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ ખીલેરી બીસ્નોઇ રહે. નીમલીપટલાને તા. રોહત જી. રાજસ્થાન (૩) પીરારામ લાડુરામ જાણી, બીસ્નોઇ રહે. પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર (૪) બંશીલાલ અન્નારામ ખીલેરી રહે. મોખાત્રા ગામ તા. રાણીવાડા જી. જાલોર એમ

ચારેય સ્વીફટ કાર લઇને મોરબી ખાતે આવેલ અને ઘુંટુ ગામ નજીકથી એક રહેણાક મકાન પાસેથી કાળા કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરેલ જે કાર બંશીલલાલએ કોઇને વેંચેલ હતી.

(૯) આશરે નવેક મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (૨) અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ મોખાત્રા ગામ તા. રાણીવાડા જી. જાલોર (૪) પીરારામ લાડુરામ જાણી, બીસ્નોઇ રહે. પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર વાળો એમ ચારેય સ્વીફટ કાર લઇને પેટલાદ ગયેલ અને ત્યા રાત્રીના સમયે કોલેજ ચોકડી પાસે રહેણાક મકાન પાસેથી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરી લઇ ગયેલ અને તે ગાડી બંશીલાલ એ રાજસ્થાન ચુર ખાતે રૂ.૨,૦૦,૦૦૦/- મા વેંચેલ હતી. ખીલેરી બીસ્નોઇ રહે. નીમલીપટલાને તા. રોહત જી. રાજસ્થાન વાળો (૩) બંશીલાલ અારામ ખીલેરી રહે.

(૧૦) આશરે આઠેક મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખંગારારામ (૨) અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાઘરામ ખીલેરી બીસ્નોઇ રહે. નીમલીપટલાને તા. રોહત જી. રાજસ્થાન (૩) ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ ખીલેરી, બીસ્નોઇ રહે. પનોરીયાગામ તા. સેડવા જી. બાડમેર વાળો એમ સ્વીફટ કાર લઇને મોરબી એક મોટી સરકારી કચેરી પાછળ ની સોસાયટી માંથી રહેણાક મકાન પાસેથી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરી લઇ ગયેલ અને તે ગાડી પીરારામને આપેલ અને તેને કોઇને વેંચેલ હતી.

(૧૧) આશરે પાંચેક મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (ર) પીારામ લાડુરામ જાણી, બીસ્નોઇ રહે. પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર વાળો (૩) મોટારામ મુળારામ કડવાસરા જે ચવાગામ તા. બાયતુ જી. બાડમેર વાળો એમ ત્રણેય સ્વીફટ કાર લઇને રાજકોટ આવેલ અને મોરબી જકાતનાકા પાસે બાલગોપાલ હોટલ નજીક એક સોસાયટી માંથી કાળા કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરેલ અને તે ગાડી મોટારામએ કોઇને વેંચેલ હતી.

(૧૨) આશરે ચારેક મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (ર) પીરારામ લાડુરામ જાણી,બીસ્નોઇ રહે. પાલડી ગામ તા. સાંચોર જી. જાલોર વાળો તથા મોટારામ મુળારામ કડવાસરા જે ચવાગામ તા. બાયતુ જી. બાડમેર વાળો એમ ત્રણેય સ્વીફટ કાર લઇને રાજકોટ આવેલ અને ૧૫૦ ફુટ રીંગ રોડ અંદર ની સોસાયટી માંથી એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરી લઇ ગયેલ અને તે ગાડી પીરારામએ કોઇને વેંચેલ હતી. અને આ કાર પીરારામએ કોઇને વેચેલ અને તેમા રાજેશ ઉર્ફે રાજુ ફૌજી બીસ્નોઇ તથા તેની સાથેના લોકોએ કેફી પદાર્થ લઇને જતા હતા. 

અને રાજસ્થાન ભીલવાડા મા પોલીસ ઉપર ફાયરીંગ કરેલ તેમા બે પોલીસના અવશાન થયેલ તેમા આ સ્કોર્પિયો ગાડી હતી.

(૧૩) આશરે એકાદ મહીના પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (૨) અર્જુનરામ ઉર્ફે અનીલ તથા રાજુરામ પ્રભુરામ ઇસરવાલ-બીસ્નોઇ રહે. વાડા ગામ તા. બાગોડા જી. જાલોર તથા (૩) રાજુરામના ફઇબાનો દીકરો પ્રવીણ એમ પ્રવીણની આઇ.-૨૦ કાર લઇને કચ્છમા ગાંધીધામ આવેલ અને ત્યા એક પાણીના ટાંકા પાસેથી એક રહેણાક મકન પાસે પાર્ક કરેલ સફેદ કલરની ફોરચ્યુનર કાર ચોરી કરેલ હતી જે કાર વિશન જાટ રહે. કુડલા ગામ તા.જી. બાડમેર વાળાને રૂ.૩,૦૦,૦૦૦/- મા વેંચેલ હતી.

(૧૪) આશરે વીસેક દીવસ પહેલા (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (૨) અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ ખીલેરી બીસ્નોઇ રહે, નીમલીપટલાને તા. રોહત જી. રાજસ્થાન (3) ઓમપ્રકાશ ભગવાનરામ એમ ત્રણેય સ્વીફટ લઇને આણંદ ખાતે આવેલ અને રાત્રીના સમયે સફેદ કલરની સ્કોર્પિયો ગાડી ચોરી કરેલ જે પ્રકાશ ડુંગરારામ જાટ રહે ચવા જી. બાડમેર વાળાને રૂ.૧,૦૦,૦૦૦/- મા વેંચેલ હતી.

(૧૫) આશરે ૬-મહીના પહેલા હરીયાણા ગુરગાઉ ખાતે (૧) ઓમપ્રકાશ ખેંગારારામ (૨) મોટારામ (૩) પીરારામ (૪) શંકરલાલ એમ ચારેય એ સેકટર નંબર ૩૪ માંથી રાત્રીના સમયે એક સીલ્વર કલરની તથા એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડીની ચોરી કરેલ હતી. અને સ્કોર્પિયો ગાડી લઇને રાજસ્થાન જતા હતા ત્યારે રાજસ્થાન મા રેવાડી ટોલનાકા પાસે મોટારામ પાસેની સફેદ કલરની સ્કોર્પિયો ગાડી સાથે પકડાય જતા પોતાની પાસેની સીલ્વર કલરની સ્કોર્પિયો ટોલનાકા પહેલા મુકીને ભાગી ગયેલ હતા જે બન્ને ગુાઓમા ઓમપ્રકાશ ખેંગારારામ ને પકડવાનો બાકી છે.

(૧૬) આજથી આશરે સાતેક મહીના પહેલા (૧) પીરારામ લાડુરામ જાણી (૨) ઓમપ્રકાશ ખેંગારારામ ખીલેરી (3) મોટારામ વિરમારામ જાટ (૪) ઓમપ્રકાશ જોરારામ ખીલેરી એમ ચારેય જણા ઓમપ્રકાશ ખીલેરીની સ્વીફટ ગાડી લઇને કચ્છ ગાંધીધામ ખાતે થી સફેદ કલરની સ્કોર્પીયો એસ-૬ રાજસ્થાન પાર્સીંગની ગાડીની ચોરી કરેલ હતી. જે ગાડી મોટારામે તેના સગાને , ૧,૬૦,૦૦૦/- વયેલ છે.

(૧૭) આજથી આશરે ત્રણેક મહીના પહેલા (૧)પીરારામ લાડુરામ જાણી (૨) ઓમપ્રકાશ ખેંગારારામ ખીલેરી (3) બંસીલાલ ખીલેરી રહે. મોકાત્રા ગામ તા. રાણીવાડા જી. જાલોર એમ ત્રણેય જણા બંસીલાલની સ્વીફટ ગાડી લઇને મોરબી શહેર વિસ્તારમાંથી કાળા કલરની સ્કોર્પીયો એસ-૯ ની ચોરી કરેલ હતી. જે ગાડી મોરબીની બહાર નીકળતા ઓમપ્રકાશથી બ્રેક નહી લાગતા ઉભા ટ્રેલરની પાછળ અકસ્માત થતા સ્કોર્પીયો છોડી નાશી ગયેલા હતા.

(૧૮) આજથી છએક મહીના પહેલા (૧) પીરારામ લાડુરામ જાણી (૨) મોટારામ (3) ઓમપ્રકાશ એમ ત્રણેય દ્વારકાથી પરત આવતી વખતે સાધુ-વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોકની બાજુમાં એક સોસાયટીમાં કાળા કલરનો સ્કોર્પીયો ગાડી ચોરવાનો પ્રયત્ન કરેલ હતો પરંતુ ચાવી તેના લોકમાં તુટી જતા ત્રણેય ત્યાંથી નાશી ગયેલ હતા. 

ડીટેકટ થયેલ ગુનાઓની વિગત: 

1. આણંદ ટાઉન પો. સ્ટે ગુરન ૧૧૨૧૫૦૦૨૨૧૦૯૧૯૮૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ (સફેદ સ્કોર્પીયો જીજે ૨૩બીએલ-૨૩૯૮)

2. ગાંધીધામ બી. ડીવી. પો. સ્ટે. ગુરન ૧૧૯૯૩૦૦૭૨૧૧૨૭૧/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯, ૧૧૪ (ફોરચ્યુનર જીજે-૩૬-એફ-૯500)

૩. મોરબી સીટી બી. ડીવી. પો. સ્ટે. ગુરન ૧૧૧૮૯૦૦૪૨૧૦૧૮૬/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોર્પીયો એસ-૧૦ જીજે-૩૬-બી-૮૬૯૧)

4. મોરબી તાલુકા પો. સ્ટે. ગુરન ૧૧૧૮૯૦૦૫૨૦૧૩૩૭/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (કાળા કલરની સ્કોર્પીયો કાર નં. જીજે-૩૬એલ-૨૭૭૮)

5. નડીયાદ ટાઉન પો. સ્ટે. ગુરન ૧૧૨૦૪૦૪૬૨૦૧૮૧૯/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોર્પીયો કાર નં. આરજે-૨૨-યુએ-૬૩૪૫)

6. પેટલાદ ટાઉન પો. સ્ટે. ગુરન ૧૧૨૧૫૦૨૧૨૦૦૫૦૬/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સફેદ કલરની સ્કોર્પીયો એસ-૧૧- કાર નં. જીજે-૨૩-સીબી-૩૦૩૦) 7. પેટલાદ ટાઉન પો. સ્ટે. ગુરન ૧૧૨૧૫૦૨૧૨૦૦૬૮૪/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સફેદ કલરની સ્કોર્પીયો એસ-૧૧- કાર નં. જીજે-૨૩-બીએલ-૪૪૪૯) 

8. રાજકોટ બી ડીવી. પો. સ્ટે. ગુરન ૧૧૨૦૮૦૫૧૨૧૧૩૧૯/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોર્પીયો કાર નં. જીજે-૩૬એક-૮૭૧૬)

9. રાજકોટ તાલુકા પો. સ્ટે. ગુરન ૧૧૨૦૮૦૫૩૨૧૦૫૯૩/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ (કાળા કલરની સ્કોર્પીયો જીજે-૦૩-એલબી-૮૮૨૦

10. સાણંદ પો. સ્ટે. ગુરન ૧૧૧૯૨૦૫૭૨૦૧૦૦૭/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોર્પીયો કાર નં. જીજે-૩૮ બીસી-૪૨૧૦)

11. સુરેન્દ્રનગર સીટી બી. ડીવી. પો. સ્ટે. પો. સ્ટે. ગુરન ૧૧૨૧૧૦૫૬૨૦૦૪૬૮/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોસ્પીયો કાર નં. જીજે-૧૮-બીજી-૯૧૩૩) (ઓમપ્રકારશ ખાંગારામ પક્કડવાન બાકી) 12. સુરેન્દ્રનગર સીટી જોરાવરનગર પો. સ્ટે. ગુરન ૧૧૨૧૧૦૨૫૨૦૦૦૫૮/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (કાળા કલરની સ્કોસ્પીયો કાર નં.જીજે-૧૩એએમ-૮૫૩૨)

13. વડોદરા શહેર મક્કરપુરા પો. સ્ટે. ગુરન ૧૧૧૯૬૦૧૬૨૦૧૩૪૨/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સફેદ કલરનીસ્કોર્પિયો કાર નં. જેજે-૦૬-જેઇ-૮૧૩૩)

14. વડોદરા શહેર સામા પો. સ્ટે. ગુરન ૧૧૧૯૬૦૧૩૨૦૦૭૫૨/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ (સફેદ કલરની સ્કોસ્પીયો કાર નં. જે૪-૦૬-પીસી-૦૦૧૧)

15. વડોદરા ગ્રામ્ય પાદરા પો. સ્ટે. ફ. ગુરન ૨૩/૨૦૧૯ આઇપીસી કલમ ૩૭૯ (ટાટા કંપનીનુ દુધનુ ટેન્કર મોડલ ૧૪૧૨ નં. જેજે-૦૬-એઝેડ-૭૩૯૮) (ઓમપ્રકારશ ખાંગારામ પક્કડવાન બાકી) 16, મોરબી એ. ડીવી. પો. સ્ટે. ગુરન ૧૧૧૮૯૦૦૩૨૧૦૮૦/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોર્પીયો કાર નં.જીજે-૩૬-એલ-૧૬૫૬) 17. ગાંધીધામ ‘એ’ ડીવી. પો. સ્ટે. ગુરન ૧૧૯૯૩૦૦૬૨૧૦૧૭૫/૨૦૨૧ આઇપીસી કલમ ૩૭૯ (સ્કોર્પીયો કાર નં. આરજે-૧૪-યુઇ-૫૭૮૮) 18. હરિયાણાના ગુડગાવ પોલીસ સ્ટેશનમાં બે સ્કોર્પીયો ચોરીના ગુન્હા દાખલ થયેલ છે.

ગુજરાતથી ચોરેલી કઇ સ્કોર્પીયો રાજસ્થાનના કચા પોલીસ સ્ટેસન માં જમા છે.

(૧) રાજકોટ શહેર બી. ડીવી. પો. સ્ટે. માંથી સ્કોર્પીયો ની ચોરી થયેલ જે એનડીપીએસના ગુનામાં સિણધરી પો.સ્ટે. જી. બાડમેર ખાતે કબજે થયેલ છે. (૨) મોરબી બી. ડીવી. પો. સ્ટે. માંથી સ્કોર્પીયો ની ચોરી થયેલ જે એનડીપીએસના ગુનામાં સિણધરી પો. સ્ટે. જી. બાડમેર, રાજસ્થાન ખાતે કબજે થયેલ છે. (૩) રાજકોટ શહેર રાજકોટતાલુકા પો. સ્ટે. માંથી સ્કોર્પીયો ની ચોરી થયેલ જે ભીમ પો. સ્ટે. જી. રાજમંદ, રાજસ્થાન ખાતે કબજે થયેલ છે. (૪) ગુજરાતની સફેદ સ્કોર્પીયો એનડીપીએસના ગુનામાં નોસરા પો. સ્ટે. જી. જાલોર રાજસ્થાન ખાતે કબજે થયેલ છે. (૫) સુરેન્દ્રનગરમાંથી ચોરી થયેલ બ્લેક સ્કોર્પીયો બી પો. સ્ટે.(સદર) જી. ચીતૌડગઢ રાજસ્થાન ખાતે એનડીપીએસના ગુનામાં કબજે થયેલ છે. (૬) આણંદમાંથી ચોરી થયેલ સફેદ કલરની સ્કોર્પીયો બીસાલા ચોકી, બાડમેર રૂરલ પો. સ્ટે. જી બાડમેર રાજસ્થાન ખાતે અકસ્માતના ગુનામાં જમા છે. (૭) મોરબી થી ચોરાયેલી બ્લેક કલરની સ્કોર્પીયો રેવદાર પો.સ્ટે. જી.પાલી રાજસ્થાન ખાતે એન.ડી.પી.એસ. ના ગુનામાં કબજે થયેલ છે.

મોડસ ઓપરેન્ડી (એમઓ):  સૌ-પ્રથમ આ કામના આરોપીઓ રાત્રીના દશ વાગ્યા આસપાસ ગાડીની રેકી કરી અને ગાડી જોઇ લે છે.

ત્યાર બાદ રાત્રે બે વાગ્યાની આસપાસ ગાડીની ચોરી કરે છે. જ ગાડીની ચોરી કરતી વખતે સૌ-પ્રથમ આ કામના આરોપીઓ ગાડીની નીચે જઇને કારના સાયરનનો વાયર કાપી નાખે જેથી દરવાજો ખોલાવાથી સાયરન ન વાગે.

ત્યાર બાદ કારની વચ્ચેના દરવાજામાં આવેલ બે કાચ પૈકી નાના કાચની રીબીન કાઢી બે ડીસમીસથી આખો કાચ કાઢી નાખે છે.

* ત્યાર બાદ હાથ નાખી અંદરથી વચ્ચેનો દરવાજો ખોલી ગાડીમાં અંદર જતા રહે છે. * ત્યાર બાદ સ્ટેરીંગ વ્હીલની નીચે આવેલ ઇમોબીલાઇઝરના સ્ફુ ખોલી આખુ ઇમોબીલાઇઝર કાઢી અને પોતાની સાથે લાવેલ ઇમોબીલાઇઝર ફીટ કરી દે છે.

* ત્યાર બાદ બોનેટ ખોલી બોનેટમાં આવેલ ઇસીએમ કાઢી અને પોતાની સાથે લાવેલ પોતાના સેટનુ જ ઇસીએમ લગાવી નાખે છે.

* ત્યાર બાદ ગાડી ચાલુ થઇ જાય તો લઇને જતા રહે છે અને જો કાર ચાલુ કરવામાં એરર બતાવતો પોતાની સાથે રહેલુ ગાડીના સ્કેનરથી ગાડીમાં રહેલ ફોલ્ટ સ્કેન કરે છે. ત્યાર બાદ તે ફોલ્ટ દુર કરી અને ગાડી ચાલુ કરીને લઇને જતા રહે છે. હમેશા સ્કેનર પોતાની સાથે રાખે છે,

* ત્યાર બાદ અગાઉથી નક્કી થયેલ રૂટ મુજબ પોતાની અને ચોરીની કાર લઇ હાઇસ્પીડથી પોતાની નક્કી કરેલી જગ્યાએ જતા રહે છે.

- જીપીએસ સ્કેન.

ગાડીની ચોરી કર્યા બાદ જીપીએસ બગડુ વડે ગાડીને ચેક કરી લેતા જેથી જો કોઇ ગાડીમાં જીપીએસ લાગેલુ હોય તો તેમને જાણ થઇ જાય અને જીપીએસને કાઢી અને દુર ફેકી દેતા હતા. જેથી પોતે પકડાય ન જાય તેની તેકદારી રાખતા.

> ચોરેલી ગાડીની નંબર પ્લેટ તેમજ એન્જીન ચેસીસ નંબર આ કામના આરોપી ગાડી ચોર્યા બાદ પોતાના વતનમાં જઇ અને ત્યા નંબર પ્લેટ કાઢી નાખતા અને ગાડીના ચેસીસ નંબર પર ગ્રાઇન્ડર મશીનથી ઘસી નાખતા, જેથી ગાડીના ઓરીજનલ માલીકની ઓળખ ન થાય અને પોતે સરળતાથી ગાડી પોતાના કબજામાં રાખી શકે.

- મોરબી, રાજકોટ તથા ગોંડલમાં ચોરી

* આરોપીઓના વિસ્તારમાં એસ-૧૧ બ્લેક સ્કોર્પીયોની ખુબ મોટા પ્રમાણમાં માંગ હોય છે. અને આ પ્રકારની ગાડીઓ સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ તથા ગોંડલ વિસ્તારમાં વધારે પ્રમાણમાં વપરાતી હોય માટે આરોપીઓ જોખમ અને દુર આવવુ પડતુ હોય છતા પણ આ વિસ્તારમાં ચોરી કરવા માટે આવે છે.

- ઇસીએમ તથા ઇમોબીલાઇઝર

* ગાડીને ચાલુ કરવા માટે વપરાતી આ કીટ આરોપી દ્વારા કબાડી બજારમાંથી અથવા અન્ય જુની ગાડીઓમાંથી આ આખી કીટ મેળવી લેવામાં આવતી. જેથી ગાડી સરળતાથી ચાલુ થઇ જતી.આ કીટ મેળવવાની વ્યવસ્થા ઘણી વખત એજન્ટ દ્વારા અથવા ખુદ ગાડી લેવા આવનાર કરવામાં આવતી હતી.

- કર્ફયુના સમયગાળામાં લોકલ નંબર પ્લેટનો ઉપયોગ

શહેર વિસ્તારમાં કર્ફયુના સમયગાળા દરમયાન આરોપી ચોરી કરવા માટે આવતા ત્યારે ત્યાની લોકલ સીરીઝની ખોટી નંબર પ્લેટ લગાડી દેતા જેથી કરીને શેરી ગલીઓમાં રેકી કરતી વખતે કે અન્ય પુછપરછ દરમયાન કોઇને શંકા ન જાય અને પોતાની ઓળખ છુપાવી શકે અને પકડથી બચી શકે.

• ચોરાઉ ગાડીનો ઉપયોગ એન.ડી.પી.એસ. ની હેરા-ફેરીમાં થાય છે:

આ કામના આરોપીઓ ગુજરાત કે અન્ય રાજયોમાંથી ગાડીની ચોરી કર્યા બાદ ત્યાના રાજસ્થાન ના લોકલ એન.ડી.પી.સ ની ગે.કા.હેરા-ફેરીમાં સંકળાયેલા લોકોને વેચી નાખે છે. જેથી કરીને આવી ગુન્હાહીત પ્રવૃતિમાં આવી ગાડી પકડાય અને આરોપી નાશી જવામાં સફળ થાય તો તે પોતાની ઓળખ છુપાવી શકે.

> નજીવી કિંમતે ગાડી આપી દેતા:-

આરોપીઓ ગાડી ચોર્યા બાદ પોતાના વતનમાં જઇ એન.ડી.પી.એસ. ની ગે.કા. રીતે હેરા ફેરી કરતા માણસોને ૧૫ થી ૨૦ લાખની ગાડીને માત્ર ૨ થી ૩ લાખમાં નજીવી કિંમતે વેચી દેતા. અન્ય કંપની કરતા મહિન્દ્રા કંપનીની ગાડીઓની પસંદગી આરોપીઓ પોતાને ચોરવા માટે નકકી કરેલી ગાડીમાં મહીન્દા કંપનીની ગાડી વધારે પસંદ કરતા હતા કારણકે અન્ય કંપની કરતા મહીન્દ્રા કંપની ની ઇસીએમ તથા ઇમોબીલાઇઝર બદલવામાં અન્ય ગાડી કરતા ઓછો સમય લાગતો અને તેના વિસ્તારમાં આ કંપનીની ગાડીઓની વધારે ડીમાન્ડ રહેતી.

મહીન્દ્રા કંપનીમાં આ ચોરી થતી અટકાવવા માટે જરૂરી સુધારા કરવા ધ્યાને દોરવામાં આવશે * આરોપીઓએ આ ગાડી પોતાને ચોરવા માટે જે સરળતા રહે છે તે સરળતા બાબતે મહીન્દ્રા કંપનીને ધ્યાને દોરવામાં આવશે જેથી કરીને ભવીષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.

> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ: રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ. પી.એમ ધાખડા, એમ. વી. રબારી તથા એએસઆઇ જયુભા પરમાર, પી. ડી. ઝાલા, પો.હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, સિદ્ધરાજસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, તથા પો.કોન્સ., નગીનભાઇ ડાંગર, એભલભાઇ બરાલીયા, સંજયભાઇ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામા આવેલ છે.

> આ કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓને પોલીસ કમિશ્નર દ્વારા રોકડા રૂ.૧૫,૦૦૦/- નુ ઇનામ આપવાનુ જાહેર કરેલ છે.

(7:06 pm IST)