Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અટિકા ફાટક પાસે રિક્ષામાં ૧૨ હજારના દારૂ સાથે ભુપેન્દર ભારદ્વાજ પકડાયો

પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જેબલીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ માયાણીનગર આવાસ કવાર્ટર ૨૪/૨૬૨૮માં રહેતો મુળ બિહારના ઇમાદપુરનો ભુપેન્દર કમલસિંગ ભારદ્વાજ (ઉ.વ.૩૨) સીએનજી રિક્ષા જીજે૦૧એવી-૫૦૯૬માં રૂ. ૧૨ હજારનો ૨૪ બોટલ દારૂ ભરી અટીકા ફાટક પાસેથી નીકળતાં ભકિતનગરના કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાની બાતમી પરથી પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. મનરૂપગીરી, રણજીતસિંહ, હિરેનભાઇ, દેવાભાઇ, મિહીરસિંહ, ભાવેશભાઇ, મનિષભાઇ, વાલજીભાઇ, રાજેશભાઇ, હિતુભા, મૈસુરભાઇ સહિતે પકડી લીધો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

(3:59 pm IST)