Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સોનુ સુદના જન્મ દિવસની કરાઇ પ્રેરણારૂપ ઉજવણી

રાજકોટ તા. ૧ : કોરોનાના સમયગાળામાં ગરીબોના મસિહાની ભુમિકા અદા કરનાર સોનુ સુદનો જન્મ દિવસ સામાજીક અંતરને અનુસરીને ઉજવવા અનોખો પ્રયાસ ઉત્તમ મહેશ્વરી અને આરીફ કાલવાએ કરેલ. બાળકો અને અન્ય જરૂરતમંદ લોકોને માસ્કનું વિતરણ કરેલ. સાથો સાથ સોનુ સૂદના જીવનચરિત્ર પર આધારીત ઉત્તમ દ્વારા લખાયેલ 'મસિહા' પૂસ્તક પણ ટુક સમયમાં પ્રકાશિત કરવામાં આવનાર છે.

(3:57 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ પ્રજાલક્ષી કાર્યોને કરશે સમર્પિત:સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની લેશે મુલાકાત.:રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાશે. access_time 10:25 pm IST

  • શહેરમાં આજથી માસ્ક નહી પહેરનારને રૂ. પ૦૦નો દંડ ફટકારવાનુ શરૂ : રાજકોટ : રાજય સરકારનાં આદેશ મુજબ આજથી મ્યુ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનાર નાગરિકો પાસેથી રૂ. પ૦૦ લેખે દંડ વસુલવાનુ શરૂ બપોર સુધીમાં ૧૦ હજારથી વધુનાં દંડની વસુલાત access_time 3:26 pm IST

  • ભુજની રાવલવાડીમાં કોરોનાથી એક મહિલાનું મોત :આખી શેરી કવોરોન્ટાઇન હેઠળ:લોકલ સંક્રમિતની વિગતો તંત્ર આપે:આજુબાજુમાં ભયનો માહોલ:મહિલા ઓટલા પરિષદમાં રોજ હાજરી પુરાવતા જ્યાં અનેક વૃદ્ધ મહિલાઓ પણ બેસતા:અન્ય કેટલા લોકો સંપર્કમાં આવ્યા તપાસ સાથે તકેદારીનો વિષય access_time 9:45 pm IST