Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ગીરીરાજ હોસ્પીટલ દ્વારા પરમ કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

રાજકોટ, તા., ૧: સૌરાષ્ટ્રમાં જાણીતી રાજકોટની ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ દ્વારા કોરોનાની સારવાર માટેની ખાસ હોસ્પીટલ પરમ હોસ્પીટલ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પરમ કોવીડ કેર સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે જયાં સરકારે નક્કી કરેલા દરે કોરોનાના દર્દીને ઉચ્ચકક્ષાની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે એમ હોસ્પીટલના મેડીકલ ડાયરેકટર અને જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.મયંક ઠક્કરે જણાવ્યું છે.

ડો. મયંક ઠકકરના જણાવ્યા અનુસાર રાજકોટમાં ૧પ૦ ફુટ રીંગરોડ પર આવેલી તેમની ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં પહેલા કોરોનાના દર્દીની સફળ સારવાર કરવામાં આવી છે પણ વધતી જતી કોરોના મહામારી સામે વધુને વધુ દર્દીને સારવાર મળી રહે એ માટે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે શહેરની મધ્યમાં બસ સ્ટેન્ડ નજીક કોવીડ કેસની સારવાર માટે ખાસ હોસ્પીટલ સાથે કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને પણ સમયસર યોગ્ય સારવાર મળી રહે અને કોરોનાના ગંભીર પરીણામથી ચાવી શકાય એ માટે પરમ કોવીડ કેર સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં માઈલ્ડ અને એસીપ્ટોમેટીક લક્ષણ ધરાવતા કોરોનાના દર્દીને કોરોનાની સંપુર્ણ સારવાર મળી રહેશે. હોટલ સીટી ઇન (૩ રજપુતપરા, કોર્પોરેશન ચોક પાસે રાજકોટ) ખાતે શરૂ કરવામાં આવેલ પરમ કોવીડ કેર સેન્ટરમાં ઘરથી દુર એક ઘર જેવા હુંફાળા વાતાવરણમાં દર્દીને હોટેલમાં હોસ્પીટલની તમામા સારવાર ઉપલધ રહેશે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જમાં દર્દીને તમામ સવલત મળશે.

પરમ હોસ્પીટલ વિશે માહીતી આપતા હોસ્પીટલના સેન્ટર હેડ ડો. ઉમેશ અપરનાથીએ જણાવ્યું છે કે અહી કોવીડ-૧૯ના દર્દી માટે ખાસ ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દર્દીનું યોગ્ય નિદાન કરવામાં આવે છે. તેમજ ફકત કોરોનાના દર્દીની સારવાર માટે તમામ પ્રકારની સુવિધા આ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે. જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. મયંક ઠક્કર સાથે ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. વિશાલ સાડતીયા, ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. પિયુષ દેત્રોજા, પલ્મેનોલોજીસ્ટ ડો. રાજેશ મોરી, ફીઝીશ્યન ડો. ભાવીન ફડદુની સેવા ઉપલધ છે. અનુભવી અને નિષ્ણાંત તબીબોની ટીમ સાથે દર્દીને કવોલીફાઇડ નસીંગ કેર મળી રહે છે. બ્લડ સેમ્પલ કલેકશન મેડીસીનની ડીલીવરી, ડાયેસ્ટનની સેવા સતત ઉપલબ્ધ છે. દરેક દર્દીને કોવીડ કીટ આપવામાં આવે છે.

(2:52 pm IST)