Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોના અંતર્ગત પોલીસ કમિશનરના જાહેરનામા ભંગમાં વધુ ૪૧ પકડાયા

ટયુશન કલાસ ચાલુ રાખતા, જનરલ સ્ટોર પાસે ભીડ કરતા તેમજ બીજા નિયમોનું ઉલ્લંઘન કરનારા દંડાયા

રાજકોટ, તા.૧ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા જુદા વિસ્તારોમાં પાન-કોલ્ડ્રીંકસની તથા જનરલ સ્ટોર પાસે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારી અને ટયુશન કલાસીસ ચાલુ રાખનાર સંચાલિકા તેમજ રીક્ષામાં વધુ મુસાફરોને બેસાડીને નીકળેલા ચાલકો સહિત ૪૧ લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

એ-ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ ચોકમાંથી માસ્ક પહેર્યા વગર નિકળેલા હર્ષીત હિતેષભાઇ વોરા, મહિલા કોલેજ ચોકમાંથી દિલીપસિંહ ખોડુભા જાડેજા, અમીત વાલજીભાઇ ઝીંઝવાડીયા, યાજ્ઞિક રોડ પરથી ગૌતમ ધીરજલાલ હીંગળાજીયા, સાંગણવા ચોકમાંથી સાકેશ ચમનભાઇ ખાખરીયા, શાહરૂખ અનવરભાઇ સમા, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી હુશેન ઉર્ફે શાહરૂખ હાજીભાઇ હીંગોરા, રાજ રહીમભાઇ ગીલાણી, મુકેશ ભીખુભાઇ જેસાણી, ગોપાલ ભનુભાઇ બોડા, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ પરથી અજય હસમુખભાઇ ગોહેલ, વકાર યાસીનભાઇ રાઠોડ, રેનીશ નટુભાઇ શીંગળીયા, ૮૦ ફુટ રોડ ગરબી ચોક પાસેથી ચેતન પ્રવિણભાઇ પેશાવરીયા, કોઠારીયા મેઇન રોડ કેદારનાથના ગેઇટ  પાસેથી યોગેશ છગનભાઇ વાઘેલા, તથા કુવાડવા રોડ પોલીસે સોપાડા ગામ પંચાયત પાસેથી મહેશ દેવશીભાઇ મલસોડ, મુકેશ મગનભાઇ મુળીયા, નવાગામ પુલ પાસેથી અનીલ જાદવભાઇ ફીચડીયા, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામાં પાંચ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલક જગદીશ વિનુભાઇ અધોલા, બાઇક પર ત્રિપલ સવારી નીકળેલા જયેશ બાબુભાઇ મકવાણા, કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશનની સામેથી સુરેશ રમેશભાઇ વઢીયારી, ભુપત નરશીભાઇ મકવાણા, અમીત કાંતિભાઇ મેંદપરા, તથા માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર ત્રિશુકલ ચોક પાસે ચકાચક પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ચિરાગ હસમુખભાઇ પાંભર, અમીન માર્ગ , અમીન માર્ગ રોડ પર સુરેશ્વર પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર વિશાલ સુનીલભાઇ ત્રિવેદી, દોઢસો ફૂટ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસેથી હસમુખ જીવણભાઇ મકવાણા, કૃષ્ણનગર મેઇન રોડ પર ગુરૂપ્રસાદ ચોક પાસેથી દિનેશ અમરશીભાઇ સવસાણી, કે.કે.વી હોલ ચોક પાસેથી ભરત બટુકભાઇ જાની, મવડી રોડ પરથી ઉમેશ નારણભાઇ જાડેજા, તથા પ્ર.નગર પોલીસે જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષામાં ચાર મુસાફરોને બેસાડી નીકળેલા વિજય કાન્તીભાઇ તેરૈયા, રીક્ષા ચાલક પ્રવિણ કેશુભાઇ ડોડીયા, મોટી ટાંકી ચોક પાસે જીગર પાન નામની દુકાન પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળનાર નયન અમીતભાઇ ત્રિવેદી, સીંધી કોલોની પાસે જુલેલાલ કોલ્ડ્રીંકસ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર વાસુદેવ ભેરૂમલભાઇ કોતવાણી, હરદેવ જનરલ સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખનાર દેવેન બિહારીલાલ આતવાણી મોટી ટાંકી ચોક પાસે કુમાર હેર આર્ટ નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર મયુર ચંદુભાઇ બગથરીયા, તથા ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રોડ પર શીતલ પાર્ક પાસે રવિરાંદલ સોસાયટી શેરી નં.૩માં રૂદ્રાક્ષ મકાનમાં ટયુશન કલાસ ચાલુ રાખી છાત્રોને બોલાવી બેદરકારી દાખવનાર અમીશાબેન કમલેશભાઇ દુબલ, ગાંધીગ્રામ શ્યામનગર-ર, આર.કે.સી. પાર્કમાંથી હેમંત બાબુભાઇ ચાંદરા, તથા તાલુકા પોલીસે વાવડી ઇન્ડસ્ટ્રીઝ સત્યનારાયણ વે-બ્રીજ પાસે રાધે હોટલમાં ગ્રાહકો એકઠા કરનાર ભરત બટુકભાઇ રાતડીયા, મન પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર નરેશ બાબુભાઇ ઉમરેટીયા, ભીમનગર સર્કલ પાસે મવડી હેડ કવાર્ટર પાસેથી દિલા ઉમરભાઇ સાડમીયા, તથા યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ બાપાસીતારામ ચોક પાસેથી ગાયત્રી પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર હિતેશ મુગટાભાઇ ત્રિવેદી, જે.કે. ચોક પાસેથી જયપાલ મહેશભાઇ ચુડાસમાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:49 pm IST)
  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં સૌથી વધુ 57,212 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 16,96,780 કેસ થયા :5,64,156 એક્ટિવ કેસ :કુલ 10.95,647 દર્દીઓ રિકવર થયા :વધુ 764 લોકોના મોત :મૃત્યુઆંક 36,551 થયો : છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 10,320 કેસ : તામિલનાડુમાં 5864 કેસ :દિલ્હીમાં 1195 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10.167 કેસ: કર્ણાટકમાં નવા 5483 કેસ :ઉત્તર પ્રદેશમાં 4422 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2496 કેસ :બિહારમાં 2986 નવા કેસ, તેલંગાણામાં 1986 કેસ,રાજસ્થાનમાં 1147 કેસ અને આસામમાં 1862 નવા કેસ અને ઓરિસ્સામાં 1499 કેસ નોંધાયા access_time 12:46 am IST

  • શ્રીલંકાના કોલંબો બંદર પરના તમામ કામકાજ શુક્રવારે સાંજે, ઇસ્ટ કન્ટેનર ટર્મિનલ (ઇસીટી) ભારતને લીઝ પર આપવાના વિરોધમાં, સ્ટોપ કરી દેવામાં આવ્યા. શ્રીલંકાના પોર્ટ ઓથોરિટી દ્વારા જ તમામ ઇસીટી કામગીરી શરૂ કરવા સત્તાધિકારીઓને અપીલ કરવા કોલંબો પોર્ટના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા આ વિરોધ દર્શાવતા દેખાવો યોજાયા હતા access_time 10:20 pm IST

  • સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: જિલ્લામાં આજે વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:હિંમતનગરમાં પાંચ,ઇડરમાં પાંચ અને તલોદમાં એક કોરોના પોઝિટિવ કેસ: જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૩૧ થઇ access_time 9:24 pm IST