Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વિદેશી દારૂના છ દરોડામાં ૪૭ બોટલ સાથે આઠ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧: શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે છ સ્થળે દરોડા પાડી દારૂની ૪૭ બોટલ સાથે આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી, એસ. આર. ટંડેલ, પી. કે. દીયોરાની સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડ કોન્સ. અજયભાઇ, સલીમભાઇ, પરેશભાઇ, સિરાજભાઇ, જયદીપસિંહ અને હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે આડો પેડક રોડ ગુજરાત સોસાયટી શેરી નં. ૩ પાસે ઓરડીમાંથી કિશન અરવીંદભાઇ સંચાણીયા (ઉ.વ. રપ) ને રૂ. ૩૬૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધો હતો. જયારે કુવાડવા રોડ ચીત્રકુટ સોસાયટી શેરી નં. ૪ માં મકાનમાંથી રમેશ રવજીભાઇ લીંબાસીયા (ઉ.વ. પ૪) અને વિપુલ ઉર્ફે ડાયો રમેશ લીંબાસીયાને દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધા હતા.

જયારે અન્ય દરોડામાં ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પી. એમ. ચાવડા તથા કરણભાઇ મારૂ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ગંજીવાડા મેઇન રોડ શેરી નં. ૪૭માં મકાનમાં દરોડો પાડી દારૂની ૧૮ બોટલ સાથે ઇમરાન સતારભાઇ ચોટલીયા (ઉ.વ. ૩ર) અને મનીષ રમેશભાઇ જાડા (ઉ.વ. રર) ને પકડી લીધા હતા.

જયારે અન્ય દરોડામાં ભકિતનગર પોલીસ હેડ કોન્સ. મનરૂપગીરી તથા મનીષભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન જંગલેશ્વર કાવેરી એપાર્ટમેન્ટ પાછળ દરોડો પાડી દારૂની ર બોટલ સાથે જંગલેશ્વર-૧પનો ઇરફાન ગફારભાઇ મથુપોત્રા (ઉ.વ. ર૧) ને પકડી લીધો હતો.

જયારે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. જયપાલસિંહ તથા સતીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુંદા ગામ પાસેથી દારૂની બે બોટલ સાથે વિપુલ જાદવભાઇ નાકીયા (ઉ.વ. રપ) (રહે. ગુંદા ગામ) તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા વિરદેવસિંહ સહિતે વાંકાનેર ચોકડી પાસેથી દારૂની એક બોટલ સાથે તરઘડીયા ગામના દિનેશ ઉર્ફે કાળુ ઉકાભાઇ પરમાર (ઉ.વ. ર૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:49 pm IST)
  • સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: જિલ્લામાં આજે વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:હિંમતનગરમાં પાંચ,ઇડરમાં પાંચ અને તલોદમાં એક કોરોના પોઝિટિવ કેસ: જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૩૧ થઇ access_time 9:24 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • ૬-૭ ઓગષ્ટથી તામિલનાડુમાં ફરી વરસાદ ખાબકશે : તામિલનાડુમાં ૬-૭ ઓગષ્ટથી ગાજવીજ સાથે ચોમાસુ વરસાદનું ફરી આગમન થશે. તેમ જાણીતા વેધર વોચર કેન્ની જણાવે છે. access_time 1:18 pm IST