Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

શહેર પોલીસ દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીઃ સેમિનાર- રેસકોર્ષ રીંગ રોડ પર પરેડ તેમજ પુસ્તિકા વિમોચન

રેન્જ આઇજી સંદિપસિંઘ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, રૂરલ એસપી બલરામ મીણા, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીડીઓ અનિલ રાણાવસીયા તથા શહેરના તમામ એસીપીની હાજરી : શ્રીમતિ અંજલીબેન રૂપાણી, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યની ખાસ ઉપસ્થિતિઃ 'સાયબર સુરક્ષતિ મહિલા-બેટી કો બચાઓ સાયબર ક્રાઇમ સે' નામની પુસ્તિકાનું વિતરણ

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા આજે મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે સેમિનાર, પરેડ તથા પુસ્તિકા વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો.   આ પ્રસંગે સાયબર ક્રાઇમથી મહિલાઓને સુરક્ષીત બનાવતી પુસ્તિકા 'સાયબર સુરક્ષીત મહિલા-બેટી કો બચાયો સાયબર ક્રાઇમ સે'નું વિમોચન કરાયું હતું. તેમજ મહિલા સુરક્ષા માર્ગદર્શિકા પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. હેડકવાર્ટર ખાતે સેમિનાર યોજાયા બાદ રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસની પરેડ યોજાઇ હતી. જેમાં કોલેજની છાત્રાઓ પણ સામેલ થઇ હતી. કાર્યક્રમમાં શ્રીમતિ અંજલીબેન વિજયભાઇ રૂપાણી, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ડે. મેયર દર્શિતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ મહિલા અગ્રણીઓએ રેલીને ફલેગ ઓફ કર્યો હતો. આ રેલીમાં મહિલા અધિકારી પ્લાટૂન, મહિલા ઘોડેશ્વાર પ્લાટૂન, મહિલા જીપ્સી પ્લાટૂન, મહિલા કમાન્ડો, મહિલા સ્મોલ વેપન પ્લાટૂન, ખાલી હાથ મહિલા પ્લાટૂન, મહિલા ટ્રાફિક પ્લાટૂન, મહિલા વોર્ડન, બેન્ડ પ્લાટૂન, વિવિધ સ્કૂલ ગર્લ્સ પ્લાટૂનોએ રેલી માર્ચ કરી હતી. અંજલીબેન અને બીનાબેને આ તકે શહેરની સરકારી સ્કૂલોમાં બાળાઓને સેલ્ફ ડિફેન્સની સમજ આપવાના કાર્યક્રમો અને મહિલાઓને સ્વરક્ષણની તાલિમ આપવાના કાર્યક્રમો યોજવા જણાવ્યું હતું. અન્ય સ્કૂલ-કોલેજની છાત્રાઓ પણ મહિલા સશકિતકરણ કાર્યક્રમમાં સામેલ થઇ હતી. રેન્જ આઇજીપી સંદિપસિંઘ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, રૂરલ એસપી બલરામ મીણા, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, ડીડીઓ અનિલ રાણાવસીયા સહિતના પણ ખાસ હાજર રહ્યા હતાં. તસ્વીરમા મહિલા પોલીસ અધિકારીઓને સન્માનપત્ર એનાયત થયા તે દ્રશ્યો તથા મહિલા સશકિતકરણ રેલી નીકળી તેના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:18 pm IST)