Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મજુર કાયદાઓમાં એક પક્ષીય ફેરફારો સામે કેન્દ્રીય મજુર મંડળો લાલઘુમ : કાલે સામુહિક દેખાવ

મજદુરોના હિતો ઉપર તરાપ : રાજય સરકારોની સહમતી પણ કેન્દ્રએ લીધી નથી : બેંક યુનિયન મહામંત્રી કે.પી. અંતાણીઃ કાલે સાંજે પ.૩૦ કલાકે રાજકોટમાં બંેક ઓફ ઇન્ડીયા, પરા બજાર ખાતે બેંક કામદારોના દેખાવો

રાજકોટ તા ૦૧  : ભારતના મજુર મંડળોએ બીજેપી સલ્તનત દ્વારા મજુર કાયદાઓમાં એક પક્ષીય ફેરફાર કરી રહી છે તેનો વિરોધ વ્યકત કરવા કામદાર/કર્મચારીઓને એલાન આપેલ છે. નાણા ખરડો રજુ કરતી વખતે ભારતના મહિલા નાણાં પ્રધાને જે મજુર કાયદાઓમાં ફેરફાર કરવા માટે રાજય સરકારની સહમતી જરૂરી છે, તેવા મજુર કાયદાઓને નાણા ખરડા તરીકે નવાજી રાજયોની સહમતીની ઉપેક્ષા કરેલ છે, તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામત્રી કે.પી. અંતાણીની યાદી જણાવે છે.

તા. ૨૩/૭/૧૯ ના રોજ કોડ અને વેઇજ બીલ ૨૦૧૯ રજુ  કરેલ છે . નોકરી દરમ્યાન સલામતી, આરોગ્ય અને નોકરીની સવલત અંગેનું આ બીલ છે. મજદુરોના અધિકાર ઉપર કાપ મુકતા અને હિત વિરૂધ્ધનો આ ખરડો મજુર સંગઠનોના વિરોધને અવગણીને કે તેની સાથે સલાહ મસુરા કર્યા વગર આ બીલ પાસ કરેલ છે. આ ખરડો જે સંસ્થાન ને લાગુ પડે છે તેમાં કામદાર/કર્મચારીઓની સંખ્યાનો વધારો કરેલ છે, જે કામદારો અસંગઠીત ક્ષેત્રમા઼ કામ કરે છે, કરારી કર્મચારી આઉટસોર્સ કર્મચારીઓ આ કાયદાના પ્રાવધાનથી મળતા લાભથી વચંતિ રહે છે તેમ યાદીમાં તેઓ ઉમેરે છે.

સ્વાસ્થય અને સલામતીને લગતી બાબતો એવી સ્પષ્ટ રીતે ઘડવામાં આવેલ છે કે કામદાર કે યુનિયન પોતાના હક્ક માટે ધારદાર રજુઆત ન કરી શકે કે સ્વાસ્થને લગતી મુળભુત બાબતોના ઉલ્લંઘન વિષે રજુઆત ન કરી શકે કે માલીકોની જવાબદારી સ્થાપિત ન કરી શકે.

યાદી જણાવે છે કે આ ખરડો જુના ૧૩ કાયદાઓની બદલીને સંસદમાં રજુ કરેલ છે. જે બીડી ઉદ્યોગ, જરનાલીસ્ટ, ન્યુઝપેપર કર્મચારીઓને નોકરીની શરતો અને સવલતોનું નિયંત્રણ કરે, આ કાયદો ફકત માલિકોના ફાયદાકારક કે લાભકર્તા છે. સરકારે મજુરોના હીત વિરૂધ્ધ, મજુર સંગઠનોના અભિપ્રાય લીધા વગર કે રાજયોની સહમતી વગર કાયદાઓ ઘડેલ છે, જે કામદાર/કર્મચારી વિરૂધ્ધ છે, તેનો વિરોધ કરવા તા. ૦૨/૮/૨૦૧૯ ના રોજ બેન્ક કર્મચારીઓ સાંજે પ.૩૦ કલાકે બેન્ક ઓફ ઇન્ડિયા, પરા બજાર ખાતે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૭મા ં વેતન પંચે લઘુતમ વેતન માસીક રૂા ૧૮૦૦૦/- સુચવેલ છે, તે સરકારના શ્રમમંત્રીએ માસીક ફકત રૂા ૪૬૨૮/- સુચવેલ છે. છુટક કર્મચારી તેનું ગુજરાન કઇ રીતે ચલાવે! ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ દિવસે બેન્ક કર્મચારીઓ મજુર સંગઠનોની સાથે સામુહીક દેખાવો યોજાશે.

 

(1:02 pm IST)