Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મેન્ટર

મેઘાની મોંઘેરી મહેમાનગતિ

 અંબર ધરતીને ઓછાડે લીલી ચુંદડી,

ક્ષિતિજે જટા આંબે હરિયાળી આખંડી,

નીરના નૂર વરસે ને હલે છે હર જીંદડી,

હરખે ભૂતાત અને હરખે ગૌ માવડી.

જીવનની જરૂરિયાતો ની ત્રિપાઈ અન્ન,પાણી, રહેઠાણ જીવનના અસ્તિત્વ ની આરસી. આ ત્રિપાઈ ના સંયોજને નીરનું નૂર જયારે ચમકે છે આ ધરતી પર કુદરત સોળે કળા એ ખીલી ઊઠે છે.

ઇશ્વરે માનવીને પ્રાકૃતિક નો એક અંશ એક ભાગ બનાવી પોતાની આ સંગીન દુનિયા રુડી પૃથ્વી ની રચના ને આહલાદકતા થી ભરી દીધી છે. દુનિયા સોંદર્ય ની પૂજારી છે. સામાન્ય રીતે પ્રકૃતિવાદ પ્રમાણે કુદરતે પ્રકૃતિ ને બે રીતે સંબોધિ છે. ભૌતિક પ્રકૃતિ અને સ્વભાવગત આંતરિક પ્રકૃતિ ભૌતિક પ્રકૃતિની રચના ના ઈશ્વર ના પ્રાકૃતિક નિયમો માનવજીવને સોંદર્યત્મક જીવન ચક્ર ની સકારાત્મક સમજૂતી આપે છે.

કુદરતે પોતાના સર્જન ને એક સ્વાભાવિક ચક્ર બનાવી અને અદ્દભુત કારગતતા વિખેરી છે. માનવજીવનો અમૂલ્ય સ્ત્રોત પાણી અને પાણીની બુંદનું આભાના આડે અડખેલીઓ કરતાં વાદળા ના આંચલ માં છુપાઈ ને ઊંચે ચડી અને મોતિઓ કે ફૂલો ના વરસાદ ની જેમ મહેર મહોરાવી ને જીવસૃષ્ટિ ને પ્રદીપ્ત અને પલ્લવિત કરવી અને પૃથ્વી ને એક નિરાલૂ નૂર આપવું આ કુદરત ની લીલા અપરંપાર છે.

આજકાલ તો જાણે આ મેઘલો રિસાયો કેમ હોય? અથવા ધરતી પર આવવા કે બોલાવવા તેમની મહેમાન ગતિને આવકારવા આતુર જગતના ભૂતાત એટ્લે કે ખેડૂતો મીટ માંડી રાહજૂએ છે.

જયારે ઝરમર ઝરમર વાદળી વરસે છે અને વરસી ધરતી ને તરબતર કરે છે ત્યારે ધરતી પણ તૃપ્ત થઈ ને લીલી વડરાઈઓ સાથે લીલીછમ ચાદર બિછાવી લહેર કરે છે. સર્વત્ર હરખની હેલી ફરી વળે છે.

ભારત એટ્લે સત ભૂમિનો પ્રદેશ આ પ્રદેશ પર પહાડો, નદીઓ, ઝરણાઓ ના અસ્તિત્વથી પ્રાકૃતિક સોંદર્યની ગાથાઓ રચાય ગઈ છે. જયાં કવિઓ અને પ્રકૃતિ પ્રેમીઓ એ સાહિત્યિક સર્જન કરેલ છે. એમાં પણ ગરવા ગિરનારની ગોદ અને ગીર કેસરી ની ત્રાડો થી ગુંજતું ગીરીવર જંગલ એમની માઝા મૂકી જયારે મ્હોરે છે. આ કુદરત ની પ્રકૃતિ ના ખોળે ખૂંદવું અને ભ્રમણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એવું કહેનાર શ્રી ટાગોર પોતે ભારત નો અને ત્રણ વખત હિમાલય ની ગિરિમાલાઓને પ્રવાસ કરી ઈશ્વર નું સામીપ્ય પ્રાપ્ત કર્યું હતું.

પરતું આજકાલ લોકો આ પ્રાકૃતિક અવસ્થા ને જીવવાને બદલે ઇન્ટરનેટ અને ટી.વી. ની એક નિજી દુનિયા ના પરગ્રહવાસી બની રહે છે. માનવજીવનની ભૌતિક જરૂરિયાતો સંતોષવા શહેરીકરણ ની ગતિને વેગ આપી. તરુ ઓનું તારુણ્ય કાળમાં જ ત્રસ્ત કરી નાખે છે અને વૃક્ષો વગર ની વૃષભ પૃથ્વી વૃષ્ટિનું અનાવૃષ્ટિ માં થયેલ પરીવર્તન નો ભોગ બને છે. ત્યારે બુંદ બુંદ માટે તરસતા પશુઓ પક્ષીઓ અને મનુષ્યોના જીવ તાળવે ચોંટે છે પછી મેઘરાજાની મહેર થાય એ માટે નતનવા ભજન કીર્તન કરે છે પણ મિત્રો જો આ પ્રકૃતિ નું સન્માન નહીં જાળવીએ તો મેઘલો રિસાઈ જશે અને તેને મનાવવો બહુ આકારો થઈ પડશે માટે આ મેઘની મહેમાન ગતિ શુભ ભાવે કરો મેઘના ઝરમર ને માણો મ્હાલો અને તેનું બે હાથ ની હથેળી ખોલી આહવાન કરો એના વરસાદની પાણીઓ વહેતી નદીઓ નાળાઓ કાગળની હોડીઓ તરાવો બાળકો ને વરસાદના વહેમિલા ન બનાવતા વરસાદી વાયરા ને વધવો અને મેઘની મહેમાનગતિ કરો તો આ ધરતી ને સોળ કળા એ ખીલવાની તક મળશે અને આપણી આંખ્યું ને ધરાની ધુરંધરતા માણવાનો લ્હાવો પણ મળશે માટે મેઘ ને મોંઘો નહીં વૃક્ષો વાવી સોંદ્યો બનાવો.

પાર્થ ઉવાચ :

બચપન મે જબ બારીસ કી બુંદો કો દેખતે થે,

તબ હર એક બુંદો કો છૂનેકા મન કરતાં થા,

ઉમ્ર કયાં ગુજરી અબ મોબાઈલ છુપાને કો મન કરતાં હૈ.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(1:01 pm IST)