Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

૧૫ વર્ષની સગીરાના દુષ્કર્મના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

ભોગ બનનાર સગીર હોવા છતાં આરોપીએ દુષ્કર્મ આચરેલ છેઃ કોર્ટ

રાજકોટ તા.૧: ૧૫ વર્ષની સગીરવયની નાબાલીક કન્યાને લગ્નની લાલચ આપી દુષ્કૃત્ય આચરનાર આરોપીની સેસન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી હતી.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી દ્વારા રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો હેઠળ ફરીયાદ દાખલ કરી અને જણાવેલ કે આરોપી સાહીલ શબીરભાઇ શેખ રે.રૂખડીયાપરા રાજકોટએ તેમની સગીરવયની દીકરીને તેમના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલ અને પોતાના મીત્રની મદદથી મિત્રના ઘરમાં છુપાવી રાખી તેની સાથે શરીર સંબંધ બાંધેલ અને અગાઉ પણ સગીરવયની ભોગ બનનારને લલાચાવી ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ. તેવી ફરીયાદ થયેલ હતી. જેવી આરોપીએ જામીનપર છુટવા અરજી કરી હતી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પે. જજ પોકસી તથા ત્રીજા એડીશનલ જ્જશ્રી આર.એલ. ઠક્કર દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે, ભોગ બનનારની જન્મ તારીખ ૧૧-૧૦-૦૩ હોવાનું અને બનાવ વખતે ભોગ બનનારની વય ૧પ વર્ષ અને ૩ માસની હોવાનું સ્પષ્ટ થાય છે જે કારણે ભોગ બનનારને સ્વાભાવિક રીતે જ સારા નરસાને ખ્યાલ આવે નહીં.

ભોગ બનનાર સગીરવયની કુમારીકા હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધેલ આમ અરજદાર આરોપી ભોગ બનનારને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઇ જઇ દૃષ્કૃત્ય કરેલ હાલ ગુન્હાની તપાસ ચાલુ હોય તેમજ તમામ હકીકતો જોતા આવા સમાજવિરોધી અને બાળવિરોધી ગંભીરતા અને આરોપીએ માત્ર ૧પ વર્ષની નાબાલીક ઉપરની છોકરી સાથે કરેલ કૃત્ય ધ્યાનમાં લેતા આવા ગંભીર ગુન્હાના કામે આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવેલ છે.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ/ એડીશનલ ગર્વમેન્ટ પ્લીડર શ્રી અનિલ એસ.ગોગીયાએ રજુઆત કરેલ હતી.

(4:13 pm IST)