Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

વિદ્યાર્થી બહેનો માટે વેશભૂષા- મહેંદી- હેરસ્ટાઈલ- સાડી પરિધાન સ્પર્ધા

રાજકોટઃ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવિધ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઈલ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાનાં ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તથા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળાઓનાં આચાર્યશ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. વિવિધ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે હિતેષભાઈ વાઘેલા, નેહાબેન પટેલ, બંસીબેન દફતરી, અસ્મિતાબેન પરમાર, દિશાબેન ટિંબડીયા, નિયતિબેન પાબારી, ખેરૂનાબેન તથા જીજ્ઞાબેન વિગેરેએ સેવાઓ આપેલ હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયનાં આચાર્યશ્રી પ્રજ્ઞેશભાઈ કુબાવત તથા સ્ટાફ પરિવારે કરેલ.

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની યાદી આ પ્રમાણે છે. વેશભૂષા સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓમાં બાલમંદિર વિભાગમાં (૧) વાઘેલા પાર્થ, (૨) દાફડા સાગર, (૩) મેવછા વૃંદા- પ્રાથમિક વિભાગમાં (૧) બોર પાયલ, (૨) વાઘેલા નૈત્રી, (૩) વિશ્વકર્મા શિતલ, મહેંદી સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રાથમિક વિભાગમાં (૧) કથ્રેચા હેમાંગી, (૨) શેખ શહરબાનુ, (૩) સલોત નાઝમીન માધ્યમિક વિભાગમાં (૧) ચાવડા માનસી, (૨) બાંભણીયા રૂબીના, (૩) ઝાલા રિધ્ધી, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં (૧) રાઉમા શિરીન, (૨) જોટાણીયા ઉર્વિ, (૩) પીઠડીયા આરતી, હેરસ્ટાઈલ સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રાથમિક વિભાગમાં (૧) માઢાંત અલ્તુર, (૨) ઉધરેજીયા પાયલ, (૩) વાજા નિપા, માધ્યમિક વિભાગમાં (૧)અરબી સરૈયા સાયમા,(૨) પઠાણ સન્નો, (૩) ઝાલા દ્રષ્ટિ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં (૧) મકવાણા ગીતા, (૨) સિતાપરા ક્રિષ્ના, (૩) મોટવીયા નિરાલી, સાડી પરિધાન સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓમાં માધ્યમિક વિભાગમાં (૧) જાંબુડિયા જહાન્વી, (૨) પરમાર સિધ્ધિ, (૩) મુંધવા હેતલ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં (૧) મહેતા ધાર્મિ, (૨) કાપડિયા પ્રિયા, (૩) શેલડિયા નંદિની વગેરેનો સમાવેશ થાય છે.

(3:54 pm IST)