Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

જિલ્લા ભાજપ કાલે મુખ્યમંત્રીનો જન્મદિન સેવાદિન તરીકે મનાવશે

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાલે ૬૩માં જન્મદિવસ નિમ્તિે રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા સેવાદિન તરીકે ઉજવવામાં આવશે તેમ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડિ.કે.સખીયા, મહામંત્રી સર્વશ્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાની સંયુકત યાદીમાં જણાવે છ કે રૂપાણીના દીર્ધાયુષ્ય માટે અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે જીલ્લાના દરેક  મંડલો પર ભાજપના કાર્યકર્તાઓ મંદિરોમાં પ્રાર્થના-પૂજા અર્ચના થશે. ઉપરાંત વી.ડી.પારેખ અંધમહિલા વિકાસ ગૃહમાં મહિલાઓને પૌષ્ટિક ભોજન તેમજ વિરાણી બહેરા મૂંગા શાળામાં બાળકોને પૌષ્ટિક આહાર (નાસ્તો) આપવામાં આવશે. (૬.૨૩)

(3:45 pm IST)