Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ નજીકના માખાવડ , તરવડા , રાવકી સહિતના વિસ્તારોમાં 20 મિનિટથી ગાજવીજ સાથે એકધારો વરસતો વરસાદ : ગોંડલ ,રીબડા ,લોધીકા , ખીરસરા , મેટોડા પંથકમાં ગોરંભાયેલ વાતાવરણ સાથે ધીમીધારે

ગોંડલ અને ખીરસરા પંથકમાં વરસતો વરસાદ તસવીરમાં નજરે પડે છે તસવીર ભાવેશ ભોજાણી (ગોંડલ) ભીખુપરી ગોસાઈ( ખીરસરા)

રાજકોટ તા.૧

      રાજકોટ નજીકના માખાવડ , તરવડા , રાવકી સહિતના વિસ્તારોમાં 20 મિનિટથી ગાજવીજ સાથે એકધારો વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ગોંડલ રીબડા લોધીકા પંથકમાં ગોરંભાયેલ વાતાવરણ સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ખીરસરા મેટોડા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

(4:53 pm IST)