Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વોર્ડ નં. ૧૧ માં ૪.૯પ કરોડના ખર્ચે મેટલીંગ કામનું ખાતમુર્હૂત

 રાજકોટ : વોર્ડ નં.૧૧માં અંદાજે ૪.૯૫ કરોડના ખર્ચે ઈસ્‍કોન એમ્‍બીટો, અક્ષર પરિસર થી શ્‍યામલ ઉપવન સુધી મેટલીંગ કરવાના કામનું ખાતમૂર્હુત કરતા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરો દ્વારા આ કામનું ખાતમહુર્ત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, વિધાનસભા ૭૧ના ઇન્‍ચાર્જ રાજુભાઈ બોરીચા, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, હસમુખભાઈ માંકડિયા, કિશાન મોરચા પ્રમુખ ભરતભાઈ શિંગાળા, પ્રવિણભાઈ ઠુંમ્‍મર, વોર્ડ નં.૧૧ના આગેવાનો ફેર્નાન્‍ડીઝ પાડલીયા, જીતુભાઈ ધામેલીયા, ધર્મેશભાઈ સોલંકી, જયંતિભાઈ મેધાણી, બાવનજીભાઈ, તમામ સંગઠનના કાર્યકર્તા તેમજ સોસાયટીના સભ્‍ય વિજયસિંહ ડોડીયા, કૌશિકભાઈ, વિજયભાઈ કાથરોટીયા, જીનલભાઈ જાવીયા, રમેશભાઈ શિંગાળા, કેવીનભાઈ કનેરીયા, રોહિતભાઈ ભુવા, વિજયભાઈ વાછાણી, નિશિતભાઈ, પ્રકાશભાઈ તથા તમામ સોસાયટીના સભ્‍યો ઉપસ્‍થિત રહેલ.

 

(4:08 pm IST)