Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પ્રેમિકાના લગ્ન બાદ કારખાનેદાર પ્રેમી પાસેથી પૈસા પડાવવા ધમકીના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ, તા. ૧ : પ્રેમિકાના લગ્ન બાદ કારખાનેદાર પ્રેમી પાસે પૈસા પડાવવા ધાક ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન મુક્‍ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામે રહેતા કારખાનેદારની પ્રેમિકાના લગ્ન થઈ ગયા બાદ અન્‍ય શખ્‍સોએ પૈસા પડાવવા દુષ્‍કર્મનો કેસ દાખલ કરવાની ધાક ધમકી આપી હોવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન મુક્‍ત કરવા હુકમ કર્યો છે
આ કેસની હકીકત મુજબ વિછીયા તાલુકાના થોરીયાળી ગામે રહેતા અને બોટાદમાં કારખાનું ધરાવતા કેયુર રણછોડભાઈ કોરડીયા નામના યુવકના કારખાને કામ કરવા આવતી રવિના નામની યુવતી સાથે કેયુર કોરડીયાને પ્રેમ સંબંધ બંધાયો હતો બાદમાં રવિનાએ દાહોદ પંથકના યુવક સાથે લગ્ન કરી લીધા હતા આ અંગે કેયુર કોરડીયાએ આરોપી રાહુલ સૈયદને વાત કરી હતી કારખાનેદાર કેયુર કોરડીયા પાસેથી પૈસા પડાવવા રાહુલ સૈયદ, અમળત રાજપરા અને ઘનશ્‍યામ નામના શખ્‍સોએ રવિના તેના પર બળાત્‍કારની ફરિયાદ કરશે અને તું દુષ્‍કર્માના કેસમાં ફીટ થઈ જઈશ તેવી ખોટી વાત ઉભી કરી ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરી હતી જે અંગેની કેયુર કોરડીયા એ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા આરોપી રાહુલ સૈયદે પોતાના એડવોકેટ મારફત જામીન મુક્‍ત થવા અદાલતમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રાહુલ સૈયદને જામીન મુક્‍ત કરવા હુકમ કર્યો છે
આ કેસમાં રાજકોટના યુવા એડવોકેટ રણજીત એમ. પટગીર, સાહિસ્‍તાબેન ખોખર, મિતેષ એચ. ચાનપુરા અને પ્રહલાદસિંહ બી. ઝાલા રોકાયા હતા.

 

(4:06 pm IST)