Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

શહેર ભાજપ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત

રાજકોટઃ આજે અષાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત રથયાત્રામાં ભગવાનશ્રી જગન્નાથજી, બહેનશ્રી સુભદ્રાજી તથા ભાઈશ્રી બલરામજી અલૌકિક રથામાં બિરાજમાન થઈ પરંપરાગત રાજકોટ મહાનગરના વિવિધ રાજમાર્ગો પર નીકળેલ ભગવાન જગન્નાથજી રથયાત્રાનું પુષ્કરધામ મંદિર સામે, પુષ્કરધામ મેઈન રોડ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ડો.ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, પુષ્કર પટેલ, ડો.દર્શીતાબેન શાહ, વીરેન્દ્રસિંહ ઝાલા, વિક્રમ પુજારા, માધવ દવે, હરેશ જોષી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)