Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગુરૂ દત્તાત્રેય સહકારી મંડળીનો વણથંભ્‍યો વિકાસ : વિક્રમી રૂા. ૧.૨૧ કરોડ નફો : સભાસદોને ભેટ અપાશે

ટીમ ટપુભાઇની ટનાટન કામગીરી : જન્‍માષ્‍ટમી પછી ભેટ વિતરણ : ભેટ મેળવવા માટે કે.વાય.સી. પ્રક્રિયા ફરજિયાત : સભાસદોએ ૩૧ ઓગષ્‍ટ સુધીમાં મંડળીના કાર્યાલયનો સંપર્ક સાધવો

રાજકોટ તા. ૧ : સહકારી ક્ષેત્રે માનવંતુ સ્‍થાન ધરાવતી શ્રી ગુરૂદત્તાત્રેય શરાફી સહકારી મંડળી લી. ની વાર્ષિક સાધારણ સભા મંડળીના કાર્યાલય ‘દત્ત ભવન', સંત કબીર રોડ ખાતે મળેલ. જેમાં મંડળીના અઘ્‍યક્ષ ભુતપૂર્વ ધારાસભ્‍ય શ્રી ટપુભાઈ લીંબાસીયાએ મંડળીની અવિરત પ્રગતિની ઝલક આપી હતી. વિતેલા નાણાંકીય વર્ષ : ર૦ર૧-રરમાં મંડળીનો ચોખ્‍ખો નફો રૂા. ૧,ર૧,૪પ,૭૩ર થયેલ છે. તે અત્‍યાર સુધીનો સૌથી વધુ નફો છે. મંડળીમાં કુલ પ૦૦૦ થી વધુ સભાસદો છે. અત્‍યાર સુધીમાં અગાઉ તેર વખત ભેટ અપાઈ ગઈ છે. આ વર્ષે ફરીથી જન્‍માષ્‍ટમી પછી ભેટ આપવાનું આયોજન છે. જેનો વિગતવાર કાર્યક્રમ વિતરણ પૂર્વે થોડા દિવસે મંડળીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. ભેટ લેતા પૂર્વે દરેક સભાસદે આધાર કાર્ડ, પાનકાર્ડ (હોય તો) અને પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લાવીને કે.વાય.સી.ની પ્રકિ્રયા પુરી કરાવવી ફરજીયાત છે. જે સભાસદની હયાતી ન રહી હોય તેના નામે કોઈને ભેટ અપાશે નહિં. કે.વાય.સી. માટે આવતા બે માસમાં (તા. ૩૧ ઓગસ્‍ટ સુધીમાં) મંડળીના કાર્યાલયે કામકાજના દિવસોમાં સવારે ૧૦ થી ૨ વચ્‍ચે સંપર્ક સાધવા જણાવાયું છે.સામાન્‍ય સભામાં અઘ્‍યક્ષ શ્રી ટપુભાઈએ જણાવેલ કે, ૧૯૯૯ માં સહકારી ક્ષેત્રે આપણી મંડળીનું બીજ રોપાયેલ જે આજે સૌ સભાસદોના સહયોગ તેમજ સંચાલક મંડળની સુઝબુઝ અને સ્‍ટાફની નિષ્ઠાથી ઘટાટોપ વૃક્ષ બની સમાજને વિકાસના મીઠા ફળ સાથે સહાયનો છાયડો આપી રહયુ છે.

 મંડળીને ૩૩૩-૦ ચોરસ વાર જગ્‍યામાં પોતાની માલીકીનું મકાન છે.  મંડળી પેટાનિયમોને આધિન સામાજીક અને સેવાકીય ક્ષેત્રે પણ ઉપયોગી થવા પ્રયત્‍નશીલ છે.  મંડળીને પ્રથમ વર્ષથી જ ઓડીટમાં ‘એ' વર્ગ મળે છે. ર૦ર૧-રર ના વર્ષમાં મંડળીનો ચોખ્‍ખો નફો રૂા. ૧,ર૧,૪પ,૭૩ર થયેલ છે. કોરોના અને મંદીનો માહોલ છતા મંડળીના નફામાં વધારો થયેલ છે.  વિતેલા નાણાંકીય વર્ષમાં મંડળીએ રૂા. ૧૪,૯પ,૦૮,૯પ૬નું ધીરાણ આપેલ છે. તેમજ મંડળી પાસે રૂા. પ,૭૦,૪૯,૩૪૩ની ડીપોઝીટ રહી છે.  મંડળીમાં કોઈપણ થાપણદાર બાંધી મુદત માટે થાપણ મુકે તો મંડળી દ્વારા તેને આકર્ષક વ્‍યાજ આપવાની જોગવાઈ છે. મંડળીના સભાસદને કિડની, કેન્‍સર અને હૃદયની બીમારી માટે રૂા. પ૦૦૦ સુધીની સહાય આપવાની જોગવાઈ છે. તેની વિસ્‍તૃત માહિતી મંડળીના કાર્યાલયમાં ઉપલબ્‍ધ છે. મંડળી પોતાની કમાયેલી મુડી (રિઝર્વ ફંડ) કુલ રકમ રૂા. ૪,૮ર,પ૪,૦રર ધરાવે છે તે મંડળીની આર્થિક મજબુતાઈની ઝલક આપે છે. ભવિષ્‍યમાં મંડળીની શાખા ખોલવાનું વિચારાધીન છે.

શ્રી ગુરૂદતાત્રેય શરાફી સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે શ્રી ટપુભાઈ લીંબાસીયા અને ઉપ-પ્રમુખ તરીકે શ્રી ગોરધનભાઈ કાપડીયા સબળ નેતૃત્‍વ પુરૂ પાડી રહયા છે. બોર્ડ ઓફ ડીરેકટર્સમાં એસ.આર. પટેલ, જગદીશભાઈ લાઠીયા, જયેશભાઈ બોઘરા, જગદીશભાઈ લીંબાસીયા, છગનભાઈ રાબડીયા, કમલેશભાઈ પટેલ, શાંતાબેન વેકરીયા અને હિનાબેન લીંબાસીયા તથા દિપકભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. ધરમશીભાઈ નાથાણી, પરષોતમભાઈ (બાબુભાઈ) વેકરીયા કો-ઓપ્‍ટ ડિરેકટર તરીકે સેવા આપે છે. મુખ્‍ય વ્‍યવસ્‍થાપક તરીકે જીતુભાઈ ઢોલરીયા કાર્યરત છે. વધુ માહિતી માટે મંડળીના કાર્યાલય મો. નં. ૯૪૨૮૨ ૪૭૭૭૨ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(3:22 pm IST)