Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બરસો રે...બપોરે ૩ વાગ્યે પણ અમુક વિસ્તારોમાં ધોધમાર ચાલુ :મેઘરાજાએ સુકન સાચવ્યું:રાજકોટમાં બપોરે હળવાથી ભારે ઝાપટા

રાજકોટઃ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દે..ધનાધન વરસી રહ્યા છે, તો સૌરાષ્ટ્રમાં કોઇ-કોઇ સ્થળોએ હળવા ભારે વરસાદનો દોર જારી છે દરમ્યાન આજે અષાઢી બીજના પવિત્ર દિવસે મેઘરાજાએ સુકન સાચવ્યુ છે. રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે બપોરે દોઢ વાગ્યાની આસપાસ શહેરમાં કોઇ સ્થળોએ હળવો તે અમુક જગ્યાએ ભારે ઝાપટુ વરસી ગયું હતું. રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. સાંજના સમયે પણ મેઘરાજા ફરી વરસે તેવી પૂરેપૂરી શકયતા છે.  આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે પણ આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા છે તો એકધારો વરસાદ ફરીથી ચાલુ થયો છે. વાતાવરણ એકરસ બની ગયુ છે. વાતાવરણમાં પ્રસરી ગઈ છે. બફારાથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:19 pm IST)