Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી, FIEO તથા બેંક ઓફ બરોડાના સંયુક્‍ત ઉપક્રમે ‘એકસપોર્ટર મીટ'નું આયોજન : બહોળી સંખ્‍યામાં નિકાસકારો ઉપસ્‍થિત

રાજકોટ ચેમ્‍બરઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી, ફેડરેશન ઓફ ઈન્‍ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) તથા બેન્‍ક ઓફ બરોડાના સંયુકત ઉપક્રમે એકસપોર્ટર મીટનું ધી ઈમ્‍પિરીયલ પેલેસ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્‍યામાં નિકાસકારો ઉપસ્‍થિત રહયા હતા. આ મિટીંગમાં માનનીય સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા, રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદ્‌મંત્રી નૌતમભાઈ બારસીયા, ફીઓના રીજીઓનલ ચેરમેન નંદકિશોર કાગલીવાલ, વાઈસ પ્રેસીડેન્‍ટ ખાલીદ ખાન, ડીજી એન્‍ડ સી.ઈ.સી ડો.અજય સહાય, રાજકોટ જોઈન્‍ટ ડીજીએફટીશ્રી બીસ્‍નોઈ, જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેજેનર કે.વી. મોરી, બેન્‍ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડશ્રી વિજયકુમાર બસેઠા, ઈસીજીસીના બ્રાન્‍ચ હેડશ્રી વિકાસ પ્રસાદ તથા સીજીએસટી જોઈન્‍ટ કમિશ્‍નરશ્રી રાજેશ નાગોરા ઉપસ્‍થિત રહી ઉદ્યોગકારોને જાણકારી માર્ગદર્શન આપેલ. મિટીંગના પ્રારંભે ફીઓના રીજીઓનલ ચેરમેન નંદકિશોર કાગલીવાલ અને વાઈસ પ્રેસીડેન્‍ટ ખાલીદખાન દ્વારા ઉપસ્‍થિત સૌ મહાનુભાવો તથા ઉદ્યોગકારોને આવકારેલ. તેમજ આ મિટીંગનું આયોજન કરવા બદલ રાજકોટ ચેમ્‍બરનો આભાર વ્‍યકત કરેલ. સાથો સાથ ફીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીથી સૌને માહિતગાર કરેલ. રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી. પી. વૈષ્‍ણવએ રાજકોટ-સૌરાષ્‍ટ્રનું પ્રતિનિધિત્‍વ કરતી ૬૮ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્‍થાની કામગીરી અને વિશાળ કાર્ય ફલક અંગે જાણકારી આપી. રાજકોટ ચેમ્‍બર દ્વારા હરહંમેશ વેપાર-ઉદ્યોગના પ્રશ્‍નોને વાચા આપવા તત્‍પર રહે છે અને તેઓના પ્રશ્‍નોનું કેન્‍દ્ર-રાજય સરકારમાં રજુઆત કરી નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવે છે. સાથો સાથ વેપાર-ઉદ્યોગકારોના વેપારમાં વિકાસ થાય તે માટે વિવિધ ક્ષેત્રને લગતા સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. તેમજ કોઈપણ વેપાર-ઉદ્યોગકારોને પ્રશ્‍નો કે સમસ્‍યા હોય તો રાજકોટ ચેમ્‍બર હંમેશા તેમની સાથે છે તેથી તેઓની તેમની રજુઆતો રાજકોટ ચેમ્‍બરને મોકલી આપવા અનુરોધ કરેલ અને તેઓના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા ખાત્રી આપેલ. ફીઓના ડી.જી. અને સી.ઈ.ઓ.ી અજય સહાય દ્વારા  'Global Scanario, FTAs-Opportunities & Challenges' અંગે વિગતવાર પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા માહિતી આપેલ. રાજકોટ જોઈન્‍ટ ડી.જી.એફ.ટી. બિશ્‍નોઈ દ્વારા નિકાસકારો માટે પ્રોત્‍સાહીત આપતી ફોરેન ટ્રેડ પોલીસી AEO, RoDTEP વગેરે અંગે પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા માહિતી આપેલ. જીલ્લા ઉદ્યોગના જનરલ મેનેજરશ્રી મોરી સાહેબ દ્વારા રાજય સરકાર દ્વારા ઉદ્યોગકારોને ખુબજ પ્રોત્‍સાહીત કરવામાં આવી રહયા છે અને તેઓના ધંધામાં વધુને વધુ વિકાસ થાય તે માટેની ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ પોલીસી અંગે વિસ્‍તારપૂર્વક પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા માહિતી આપેલ. મિટીંગમાં મુખ્‍યમહેમાન તરીકે ઉપસ્‍થિત સંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા દ્વારા આજની આ મિટીંગમાં ઉપસ્‍થિત રહેવા આમંત્રણ આપેલ તે બદલ આભારની લાગણી વ્‍યકત કરેલ. તેમજ ઉદ્યોગકારોને પ્રોત્‍સાહીત કરતા જણાવેલ કે હું પણ પોતે એક બિઝનેશમેન છું એટલે ધંધામાં કેવી કેવી મુશ્‍કેલીઓ પડે તે સમજી શકું છું તેથી આપ સૌ વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ સમસ્‍યા કે પ્રશ્‍નો હોય તો વિના સંકોચે રાજકોટ ચેમ્‍બરના માઘ્‍યમથી રજુઆત મોકલી આપવી અને તેનું યોગ્‍ય અને ચોકકસ પણે નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું તેમજ રાજય-કેન્‍દ્ર સરકારમાં જયા જયા જરૂર પડે ત્‍યાં હંમેશા આપ સૌ વેપાર-ઉદ્યોગકારોની સાથે રહી મદદરૂપ થવા તત્‍પર રહીશ. બેન્‍ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઝોનલ હેડ વિજયકુમાર બસેઠા દ્વારા બેન્‍ક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાની જાણ કરી ખાસ કરીને નિકાસકારોને Export Finance અને Export Credit MSME અંગે પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા માહિતી આપેલ અને ECGC બ્રાન્‍ચ હેડ વિકાસ પ્રસાદ દ્વારા Managing Credit Risk in Export Business અંગે જાણકારી આપવામાં આવેલ. મિટીંગના અંતે રાજકોટ ચેમ્‍બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા ઉપસ્‍થિત સૌ મહાનુભાવો અને નિકાસકાર મિત્રોનો સહૃદય આભાર વ્‍યકત કરેલ. તેમજ સમગ્ર મિટીંગનું સંચાલન ફીઓના વેસ્‍ટર્ન રીજીઓનલ હેડ જયપ્રકાશ ગોયેલ દ્વારા તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

(3:09 pm IST)