Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગાંજાના ગુનામાં સંડોવાયેલા બે શખ્‍સને પીઆઇટી હેઠળ જેલમાં ધકેલી દેવાયા

જંગલેશ્વરમાંથી ચાર વર્ષ પહેલા ગાંજાના જથ્‍થા સાથે ૮ શખ્‍સો પકડાયેલા : ભકિતનગર પોલીસ મથકના પી આઇ એલ.એલ.ચાવડા અને એ.એસ.આઇ. નિલેષભાઇ સહિત વોરંટની બજવણી કરી ઘનશ્‍યામગીરી અને મુકેશગીરીને અમદાવાદ જેલમાં મોકલ્‍યા

રાજકોટ તા. ૧: શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાંથી ગાંજાના જથ્‍થા સાથે પોલીસે આઠ શખ્‍સોને પકડયા બાદ જેલ હવાલે કર્યા હતા,જેલમાંથી બે શખ્‍સો છૂટતા પોલીસે બંનેને પીઆઇટી હેઠળ બંનેને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયા છે

મળતી વિગત મુજબ શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાંથી પોલીસે ૨૦૧૮ માં ૩૫૭ કિલો ગાંજાના જથ્‍થા સાથે આઠ શખ્‍સોને પકડી લીધા હતા. બાદ આઠેય શખ્‍સોને જેલ હવાલે કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ આઠ શખ્‍સોમાંથી ઘનશ્‍યામગીરી જગદીશગીરી ગોસાઇ (ઉ.વ.૩૫) અને મુકેશગીરી જસવંતગીરી ગોસ્‍વામી (ઉ.વ.૩૮) ત્રણ મહિના પહેલા જેલમાંથી છૂટયા હતા આ બંને શખ્‍સો સામે પીઆઇટી એન ડીપી.એસ હેઠળ કાર્યવાહી કરવા માટે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડા તથા એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા સહિતે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ એન્‍ડ રેલ્‍વેઝને દરખાસ્‍ત કરતા સીઆઇડી ક્રાઇમના ડી.જી.શ્રી ટી.એ. બીષ્‍ટએ વોરંટ ઇશ્‍યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.એલ.એલ. ચાવડા,એએસ.આઇ.નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ દેવશીભઇ ખાંભલા, હિરેનભાઇ પરમાર, દિલીપભાઇ બોરીચા, કોન્‍સ પુષ્‍પરાજસિંહ ગોહિલ, કુલદીપસિંહ, હોમગાર્ડ હાર્દીકસિંહ, દિપકભાઇ, ધર્મેશભાઇ તથા પીસીબી શાખાના હેડકોન્‍સ રાજુભાઇ, ઇન્‍દ્રજીતસિંહ તથા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના કોન્‍સ. પારસભાઇ ટાંકે મૂળ ખાખરા ગામ હાલ રૈયા રોડ ગાંધીનગર સોસાયટી શેરીનં.૩ના ઘનશ્‍યામ ગીરી ગોસાઇ (ઉ.વ.૩૫) અને દેવભુમી દ્વારકાના ખંભાળીયામા જૈનનગરમાં રહેતા મુકેશગીરી જસવંતગીરી ગૌસ્‍વામી (ઉ.વ.૩૮) ને  પી.આઇ.ટી. હેઠળ અટકાયત કરી બંનેને અમદાવાદ જેલમાં ધકેલી દીધા હતા.

(3:55 pm IST)