Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોંઘવારીના માર વચ્‍ચે ફરી સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારોઃ વિદેશમાં ખાદ્યતેલની માંગના પગલે ભાવમાં વધારો થયોઃ વેપારીઓનો દાવો

નવા ભાવના કારણે સિંગતેલના ડબ્‍બાના 2730 અને કપાસિયાના 2530 રૂપિયા ચુકવવા પડશે

રાજકોટઃ થોડા દિવસ બાદ તહેવારો આવતા હોવાથી મોંઘવારીના માર વ/ચ્‍ચે ફરી સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારો થયો છે. એક બાજુ કપાસ અને મગફળીની આવક થાય છે જ્‍યારે તેલમાં તેજી જોવા મળે છે. કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઇ શકતુ નથી અને વિદેશોમાં ખાદ્યતેલની માંગને લઇ ભાવવધારો થયો છે. એવુ વેપારીઓ જણાવે છે. હાલ સિંગતેલના ડબ્‍બે 2730 રૂપિયા છે જ્‍યારે કપાસિયાના 2530 છે.

મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ભાવવધારો ઝીંકાતા ગૃહિણીઓની કમર તોડી નાંખી છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 10-10નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2680થી 2730 સુધી પહોંચ્યો છે એવી જ રીતે કપાસિયાના ડબ્બાનો ભાવ રૂપિયા 2480થી 2530 સુધી પહોચ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો બાદ તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, એવામાં એવું જાણવા મળી રહ્યું છે કે તહેવારોના દિવસો શરૂ થવાને કારણે ડીમાંડ વધવાની ગણતરીથી તેલિયા રાજાઓએ ભાવ વધાર્યો છે.

મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.

નોંધનીય છે કે, સિંગતેલની સીઝનમાં જ સિંગતેલનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. કારણ કે સિંગતેલના ડબ્બાનો ભાવ ફરી 2680 થી 2730 રૂપિયા થયો છે. તો કપાસિયા તેલનો ભાવ ડબ્બે 2480 થી 2530 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, એક બાજુ કપાસ અને મગફળીની આવક થઈ રહી છે તો બીજી બાજુ બન્ને તેલમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પામોલિન તેલની ભારે માંગ નીકળતા અન્ય ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા એટલે કે સિંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા 15 દિવસમાં 100 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવના કારણે સીંગતેલનો ડબ્બો 2730 રૂપિયા તો કપાસિયા તેલનો ડબ્બો 2530 રૂપિયાએ પહોંચ્યો છે.

(4:46 pm IST)