Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સંતોષે સગીરાને રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું પ્રભુદાસ ઉર્ફે દાસ ને કહ્યું'તુ

સગીરાના જાતીય શોષણના ગુનામાં મદદગારી કરવા બદલ પ્રભુદાસની મહિલા પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા. ૧ :.. સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઇનમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ઝડપાયેલા પ્રેમીની પુછપરછમાં કૂટણખાનુ ચલાવતા ઝડપાયેલા પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુભાઇ કકકડ (રહે. રામનગર જયંત કે. જી. સોસાયટી સીટી સેન્ટર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૦૪ ગોંડલ રોડ) ની મદદગારી ખુલતા મહિલા પોલીસે તેની ધરપકડ કરી હતી.મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલી હોટલ પાર્ક ઇનમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સંતોષ હરીસિંગ કુશવાહની મહિલા પોલીસે ઉત્તર પ્રદેશના અલીગઢથી ધરપકડ કરી હતી. બાદ તેના મહિલા પોલીસે તેના ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં. રીમાન્ડ દરમ્યાન સંતોષ અગાઉ હોટલ પાર્ક ઇનમાં પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુભાઇ કકકડ પાસે આવતો હોઇ તેથી તેને ઓળખતો હતો. અને સંતોષેજ સગીરાની રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાનું કહયું હતું. તેથી દાસભાઇએ મદદગારી કરતા તેની મહિલા પોલીસ મથકના પીઆઇ એસ. આર. પટેલના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. કે. જી. જલવાણી, એએસઆઇ દીયાબેન, હિતેન્દ્રભાઇ ગઢવી તથા હસમુખભાઇએ પ્રભુદાસ ઉર્ફે દાસભાઇની ધરપકડ કરી હતી.

(3:42 pm IST)