Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કુવાડવા ગામે આપઘાત કરનાર મહિલાની અંતિમવિધિ બારોબાર કરાવી પુરાવાનો નાશ કરનાર પતિને ૨ વર્ષની સજા

રાજકોટ,તા. ૧ : રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા ગામે સાત વર્ષ પૂર્વે દારૂડિયા પતિના ત્રાસથી આપઘાત કરી કરી લેનાર મહિલાની આરોપી પતિએ બારોબાર અંતિમવિધિ કરી નાખી પુરાવાનો નાશ કરવાના ગુનામાં અદાલતે આરોપી પતિને તકસીરવાર ઠરાવી બે વર્ષની સજા અને દંડ નો હુકમ કર્યો છે આમ જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવા પણ અદાલતે આદેશ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ ગત તારીખ ૨૧ ૧ ૨૦૦૩ના રોજ કુવાડવા ગામે રહેતા શરૂબેન અરજણભાઈ સાડમિયા (ઉ.વ.૩૮)એ પોતાના ઘરે ઝેરી દવા પી આપદ્યાત કરી લીધો હતો આ બનાવ અંગે મૃતકના ભાઈ વલ્લભભાઈ રદ્યુભાઈએ ૨૩ ૧ ૨૦૧૩ ના રોજ કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપી અરજણ વિરજી સાથે ૨૦ વર્ષ પૂર્વે શરૂબેનને પ્રેમ થયો હોય બાદમાં બંને પ્રેમ લગ્ન કરી લીધા હતા દરમિયાન આરોપી શખ્સને દારૂ પીવાની ટેવ હોય દારૂ પીને અવારનવાર શરૂબેન ને માર મારી ત્રાસ આપી મરવા મજબૂર કર્યા હોય જેથી આરોપીના ત્રાસથી આપદ્યાત કરી લીધો હતો બાદમાં આરોપીઓએ મૃતકની અંતિમવિધિ તેના પરિવારને જાણ કર્યા વગર જ બારોબાર કરી નાખી પુરાવાનો નાશ કર્યો હતો પોલીસે આઈપીસી કલમ ૩૦૬ ૪૯૮ અને ૨૦૧ મુજબ આરોપી સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ ફરિયાદ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર પક્ષે થયેલી દલીલને ધ્યાનમાં રાખી સેસન્સ કોર્ટે આરોપી અરજણ વિરજી સાગઠીયને પુરાવાના નાશ કરવા બદલ આઇપીસી કલમ ૨૦૧ માં તકસીરવાન ઠેરવી ને બે વર્ષની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો આરોપી દંડના ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો આ કેસમાં સરકાર પક્ષે સમીર ખીરા રોકાયેલા હતા.

(3:14 pm IST)