Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોના પૂરો થતા જ DSOએ ધોકો પછાડયોઃ જુના કેસોમાં ૧૦૦ દુકાનદારોને નોટીસ : જુલાઇની ૧૦ મીથી સુનાવણી

પુરવઠા-મામલતદારોની ટીમો દ્વારા થયેલ તપાસમાં લાખોનો માલ સીઝ કરાયો હતો : ફાઇલોની ધૂળ ખંખેરાઇ : હવે દંડનાત્મક કાર્યવાહી : સાયબર ક્રાઇમ કૌભાંડમાં રપમાંથી ૧ર દુકાનમાં તપાસ પુરી : બાકીની દુકાનોમાં ફરી કાલથી તપાસ : વિચરતી વિમુકતી જાતિને એન.એફ.એસ.એ. કાર્ડ માટે રાજકોટમાં ખાસ કેમ્પ : વનનેશન વન રેશનકાર્ડ યોજનામાં પુરવઠા તંંત્રેે લોધીકામાં ર૬૦૦ કાર્ડ આપ્યા બાદ હવે બીજા તાલુકામાં આવી કાર્યવાહી કરાશે : પૂજા બાવડા

રાજકોટ, તા. ૧ : રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે કોરોના પુરો થતા હવે આળસ ખંખેરી છે,  અને આજથી ચેકીંગ અને અન્ય દંડનાત્મક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આજે વિગતો આપના ડી.એસ.ઓ. શ્રી પૂજા બાવડાએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના શાંત પડી જતા અમારી ટીમો જે કેન્સર કોવીડમાં રોકાયેલી હતી તે ફ્રી થઇ છે, અને તે સંદર્ભે અગાઉ પુરવઠાની ટીમો-મામલતદારોની ટીમો દ્વારા દુકાનદારોને ત્યાં ૧ થી ૧ાા વર્ષમાં થયેલ તપાસણીમાં લાખોનો માલ સીઝ કર્યા બાદ જે કોરોનાને કારણે કેસો ચાલવા જોઇએ તે ચાલ્યા નહતા, તે ફાઇલો હવે ફરીથી હાથ ઉપર લેવાઇ છે અને આવા ૧૦૦ જેટલા કેસોમાં શહેર જીલ્લાના ૧૦૦ થી વધુ રેશનીંગ દુકાનદારોને નોટીસો આપવાનું શરૂ કર્યુ છે. ગઇકાલે નોટીસો અપાઇ હતી, હવે આજે પણ અપાશે અને આગામી તા. ૧૦ થી ૧પ જુલાઇ વચ્ચે સુનાવણી શરૂ થશે અને ત્યારબાદ દુકાનદારો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાશે.

તેમણે ઉમેર્યુ હતું કે અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધેલ બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં આપણા રાજકોટ શહેર-જિલ્લાના જે રપ દુકાનદારોની સંડોવણી ખુલી હતી તેમાં તપાસ શરૂ કરાઇ હતી, પરંતુ કોરોનાને કારણે ભારે વિલંબ થયો હતો, આ રપમાંથી ૧૦ થી ૧ર દુકાનદારોને ત્યાં પુરવઠાની ટીમોએ તપાસ કરી દરેકના કાર્ડ હોલ્ડરોના ૧૦૦ ટકા નિવેદનો પુરવઠા ઇન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા અને અન્ય ટીમો દ્વારા લેવાયા હતા, હવે બાકી રહેલ ૧ર થી ૧૩ દુકાનદારોને ત્યાં કાલથી ફરી તપાસ શરૂ કરાશે અને બાદમાં આ રપ દુકાનદારો સામે એકી સાથે કડક પગલા લેવાશે.

બીપીએલ કાર્ડ હોલ્ડરો માલ લેવા ન આવે તો કેન્સલ કરાય છે. તે બાબતે ડીએસઓ એ જણાવ્યું હતું કે સતત ૬ મહિના સુધી જે તે બીપીએલ કાર્ડ હોલ્ડર પોતાનો અનાજનો પુરવઠો લેવા ન આવે તો આ કાર્ડને સાઇલન્ટ કાર્ડ ગણી કેન્સલ કરી નખાય છે અને દર મહિને આવા ૧પ થી ર૦ કાર્ડ રદ થતા હશે, જે ઓનલાઇન છે, અને ડાયરેકટ ગાંધીનગરથી પ્રક્રિયા થાય છે.

ડી.એસ.ઓ.એ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે અને વિચરતી વિમુકિત જાતિ માટે એન.એલ.એસ.એ. કાર્ડ સ્થળ ઉપર જ આપવા અંગે સ્પે. કેમ્પ રાજકોટમાં અને અન્ય એક તાલુકામાં યોજવા જઇ રહ્યા છીએ, કલેકટરની મંજુરી બાદ સ્થળ પસંદ કરી સવારથી સાંજ દરમિયાન કેમ્પ યોજી રાજકોટમાં લગભગ આવા ૧પ૦ પરિવારોને એન.એફ.એસ.એ. કાર્ડ અપાશે, તેમણે ઉમેર્યુ હતુ કે હાલ વિતરણ કામગીરી દરેક દુકાન થઇને લગભગ ૯પ ટકા થાય છે, જે એન.એફ.એસ.એ. કાર્ડ હોલ્ડરો પોતાનો પુરવઠો લેવા આવે છે તે સાબીત કરે છે.

(3:13 pm IST)