Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોના પુરો થતા ઇન્ડીગો ૧ર મીથી તો સ્પાઇસ જેટ ૧૫મીથી ફરી રાજકોટ-મુંબઇ અને દિલ્હી માટે ફલાઇટો ઉડાડશે

બૂકીંગ શરૃઃ ઇન્ડીગોનું શેડયુલ જાહેરઃ રાજકોટ એરપોર્ટ ફરી ધમધમશેઃ ટ્રાફિક હાઉસ ફુલ

રાજકોટ તા. ૧ :.. કોરોના પુરો થતા કેસો નહિવત થતા એર ટ્રાફીક વધ્યો છે, અને પરીણામે આગામી ૧ર જૂલાઇથી ફરી રાજકોટ એરપોર્ટ ધમધમી ઉડશે, હાલ એર ઇન્ડીયા રાજકોટ-મુંબઇ અને રાજકોટ- દિલ્હી વચ્ચે વીકમાં ૪ દિવસ સોમ-મંગળ-ગુરૂ-શનિ ફલાઇટ ઉડાડી રહ્યું છે, હવે ૧ર મીથી ઇન્ડીગો વીકમાં ૪ દિવસ રાજકોટ-મુંબઇ અને દિલ્હી માટે ફલાઇટો ઉડાડશે, આ માટે બૂકીંગ શરૂ થઇ ગયું છે. તો ૧પ મીથી સ્પાઇસ જેટ મુંબઇ-દિલ્હી માટે મેદાનમાં આવશે, કોરોનાના કેસો માંડ ૧ ટકો આવતા હોય. એર ટ્રાફીક હાઉસ ફુલ બની ગયો છે, અને પરીણામે ઉપરોકત બંને કંપનીએ પોતાના શેડયુલ જાહેર કરી દિધા છે.

ઇન્ડીગોએ જાહેર કરેલા શેડયુલ મુજબ ૧ર મીએ મુંબઇથી સવારે ૧૦.૩પ વાગ્યે ઉપડી રાજકોટ ૧૧.૪પ એ પહોંચશે. જયારે રાજકોટથી ૧ર-૧પ વાગ્યે ઉપડી બપોરે ૧.રપ એ મુંબઇ પહોંચશે. તો દિલ્હી - રાજકોટ ફલાઇટ ૧૪ મીએ ૧૦.૪૦ વાગ્યે ઉપડી રાજકોટ ૧ર.૩પ પહોંચશે. અને રાજકોટથી ૧ વાગ્યે ઉપડી દિલ્હી ૩ વાગ્યે પહોંચશે.

(11:17 am IST)