Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટ- અમદાવાદ હાઇવે પરથી 16 કિલો 254 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગાયક કલાકાર મનીષદાન બાદાણી ( ગઢવી ) ઝડપાયો

એસઓજી પીએસઆઇ અંસારી & ટીમ દ્વારા માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે સફળ ઓપરેશન : 97 હજારથી વધુની કિંમતનો ગાંજો, આઈટવેન્ટી કાર ,મોબાઈલ સહીત 5 લાખથી વધુનો મુદામાલ જપ્ત : સ્કૂલ બેગ જેવા કાળા થેલામાં છુપાવ્યો હતો ગાંજો : બે થેલામાંથી કુલ છ પેકેટ મળ્યા

રાજકોટ- અમદાવાદ હાઇવે પરથી 16. 254 કિલો ગાંજાના જથ્થા સાથે ગાયક કલાકાર મનીષદાન બાદાણી ( ગઢવી ) ઝડપાયો છે  એસઓજી પીએસઆઇ અંસારી & ટીમ દ્વારા માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે ગાંજો સાથે આરોપીને ઝડપી લેવાયો છે આરોપી  પાસેથી 97 હજારથી વધુની કિંમતનો ગાંજો, આઈટવેન્ટી કાર ,મોબાઈલ સહીત 5 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરાયો છે  આરોપીની કારની તલસી લેતા સ્કૂલ બેગ જેવા કાળા થેલામાં ગાંજો મળી આવ્યો હતો આરોપીના બે થેલામાંથી કુલ છ પેકેટ મળ્યા છે

(1:25 am IST)