Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડીમાં ચોથા માળે સર્જીકલ વોર્ડમાં આગ લાગતા નાસભાગ: હોસ્પિટલના અગ્નિશામનના સાધનોથી સિક્યુરિટી, કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ ટીમે આગ બુઝાવી

 

રાજકોટ: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રાત્રે નવી ઓપીડીમાં ચોથા માળે રાત્રે આગ ભભૂકતા નાસભાગ મચી ગઇ હતી. નવા ઓપીડી બિલ્ડિંગમાં રાત્રિના દસેક વાગ્યાના અરસામાં સર્જરી વિભાગના વડાની ઓફિસમાં વિન્ડો એસી ચાલુ રહી જતાં રાત્રિના શોર્ટ સર્કિટ થતા દોડધામ મચી ગઇ હતી તાત્કાલિક ફાયર બ્રિગેડને હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી

  દરમિયાન opdના ચોથા માળે રાખેલા ફાયર બોટલ થી આગ પર કાબુ મેળવ્યો હતો આગ પર કાબૂ મેળવવામાં હોસ્પિટલના ત્રણ ફાયર બોટલ અને ફાયર બ્રિગેડના બે ફાયર બોટલનો ઉપયોગ કરવામાં આવેલ હતો.

(10:57 pm IST)