Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોરોનાનો કકળાટ અવિરત: રાજકોટમાં સાંજે વધુ 4 પોઝિટિવ કેસ: શહેરિજનો બેફિકર

અમીનમાર્ગ,રામાપીર ચોકડી,150 ફૂટ રિંગ રોડ,વિસ્તારના ત્રણ પુરુષો અને ગાંધીગ્રામ સત્યનારાયણ પાર્કની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કકળાટ યથાવત રહયો છે આજે સાંજે વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં અમીન માર્ગ, રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ વિસ્તારના ૩ પુરૂષો ઝપટે ચડ્યા છે જયારે ગાંધીગ્રામના સત્યનારાયણ પાર્કની મહિલાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે આજે કુલ ૮ કેસ નોંધાયા છે  શહેરમાં અત્યાર સુધીમાં ૧૭૪ કેસ થયા છે જેમાંથી  ૫૧ સારવાર હેઠળ છે જયારે 117 દર્દીઓને રજા અપાઈ છે કુલ ૬ના મોત થયા છે

 આજે સાંજે  બાવાલાલ દેવરાજભાઈ કાલરીયા ( ઉ,વ, ૭૭/પુરૂષ) ( રહે,ઉત્કર્ષ, સિલ્વર પાર્ક-૬, અમીન માર્ગ, રાજકોટ.)  કૈલાશ કુળજી (ઉ,વ, ૬૭/સ્ત્રી) ( રહે, સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ, રાજકોટ)  રામસીમરન શુકલા ( ઉ,વ,૭૯/પુરૂષ)( રહે,  શિવમ પાર્ક, રામાપીર ચોકડી પાસે, રાજકોટ)  રાઘવભાઈ સાવલિયા ( ઉ,વ, ૫૬/પુરૂષ), ( રહે, પ્રણામ, બ્લોક નં.૦૧, આશ્રય બંગલો, આસ્થા રેસીડેન્સી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે

(8:21 pm IST)