Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

શ્રી શિવશકિત મંડળીની ઉમદા સેવાઃ મુખ્યમંત્રીના રાહત ભંડોળમાં રૂ. ૧,પ૧,૦૦૦ની સહાય અર્પણ

રાજકોટઃ અત્રેની શ્રી શિવશકિત શરાફી સહકારી મંડળીએ મુખ્યમંત્રીશ્રીના રાહત ભંડોળમાં રૂ. ૧,પ૧,૦૦૦/-ની સહાય કરી સમાજસેવાની ઉમદા કામગીરી બજાવી છે. મંડળી વતી યુવા ધરોધર કુલદીપસિંહ જાડેજાએ આ અંગેનો ચેક જીલ્લા રજીસ્ટ્રારશ્રીને અર્પણ કર્યો હતો તે સમયની તસ્વીર. શ્રી શિવશકિત શરાફી મંડળી હરહંમેશ સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો માટે અગ્રેસર રહેતી હોય છે. મંડળીના ચેરમેન હરગોપાલસિંહ જાડેજાના હૈયે નાના માણસોનું હીત વસેલું હોવાથી આ મંડળી નાના-માણસો માટે સહાય-સેવાનું ઉત્તમ કેન્દ્ર બની છે.

(4:01 pm IST)