Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટમાં કેસો વધવા માંડતા હવે નવી હોસ્પીટલ માટે તૈયારીઓ શરૂ : જીલ્લામાં નવી બ્રાન્ડ ન્યુ હોસ્પિટલ : ડેઇલી વોચ રાખવા આદેશો

કલેકટરે બોલાવેલી કમિટી મીટીંગમાં નિર્ણયોઃ હાલ અમદાવાદ ડોકટરો-આસિ. પ્રોફેસરો નહીં મોકલાય : ઓકસીજન-નવા વોર્ડ અંગે પણ કાર્યવાહી : બે દિવસમાં વધુ એક ખાનગી હોસ્પીટલ ફાઇનલ કરાશે : રાજકોટ જિલ્લામાં પણ બ્રાન્ડ ન્યુ હોસ્પિટલ અંગે ખાસ વિચારણા

રાજકોટ, તા.૧ :  રાજકોટમાં અને જિલ્લામાં કોરોનાના કેસો ધડાધડ વધતા જાય છેે, શહેર-જિલ્લાનો આંકડો ૩૦૦ આસપાસ થવા આવ્યો છે. ગઇકાલે કલેકટરની અધ્યક્ષતામાં હોસ્પિટલ-મેડીકલ વોચ રાખતી કમિટીની મીટીંગ મળી હતી અને તેમાં મહત્વનાં નિર્ણયો લેવાયા હતા.

હાલ નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ કેસ માટે ર૦૦ બેડના આઇસોલેશન વોર્ડ બનાવાયા છે, હવે તેમાં પ૦ વધુ બેડ ઉમેરવા પમો માળ લેવાનો નિર્ણય લેવાયો છે, અને કેસો એક પછી એક વધી રહ્યા હોય ડેઇલી વોચ રાખવા- રીપોર્ટ કરવા પણ આદેશો કરાયા હતા. કલેકટર નિર્ર્દેશ આપેલ કે, ૧ થી ર દિવસમાં એક નવી ખાનગી હોસ્પિટલ ફાઇનલ કરી લેવાશે, ટુંકમાં તંત્રે નવી હોસ્પિટલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે જણાવેલ કે ઇન્ડીયન મેડીકલ એસો.ના ડોકટરોની સેવા લેવા માટે યાદી તૈયાર છે, અને હવે રાજકોટથી રેસીડન્સ ડોકટરો કે આસિ. પ્રોફેસર અમદાવાદ નહીં મોકલાય આ ઉપરાંત ઓકસીજન-નવા બોર્ડ અંગે પણ વિચારણા ચાલી રહી છે. કલકેટરે સંકેત આપ્યો હતો કે હાલ શહેર જિલ્લામાં કોરોનાના કેસો અંગે સ્થિતિ સારી છે, આમ છતાં જિલ્લામાં પણ બ્રાન્ડ ન્યુ હોસ્પિટલ અંગે વિચારણા ચાલી રહી છે.

(3:59 pm IST)