Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઇશ્વરીયા પાર્ક : સાંજે આર્કિટેક દ્વારા નવું પ્રેઝન્ટેશન સરકાર પાસે નવી ગ્રાંટ માંગવા અંગે વિચારણા

સાંજે કલેકટરના અધ્યક્ષ સ્થાને મીટીંગ : ૧ હજાર વૃક્ષો વાવવા અંગે પણ નિર્ણય

રાજકોટ, તા. ૧ :  રાજકોટ કલેકટર તંત્ર દ્વારા બનાવાયેલ અદ્યતન પિકનિક પોઇન્ટ-ઇશ્વરીયા પાર્ક છેલ્લા ત્રણ મહિનાથી સુમસામ છે, કોરોનાને કારણે બંધ છે, પરંતુ આ પાર્કમાં નવું ડેવલપમેન્ટ કરવા કલેકટરે સાંજે પ વાગ્યે ખાસ મીટીંગ બોલાવી છે, આ માટે સીટીપ્રાંત-૧ ઉપરાંત મામલતદાર તથા અન્ય અધિકારીઓને પણ તેડૂ મોકલાયું છે.

કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હાલ બોટીંગ બંધ છે, નિભાવ માટે દર મહિને ર લાખથી વધુનો ખર્ચ થાય છે, જે લોકમેળા ફંડમાંથી અપાય છે, હાલ પાર્ક બંધ છે, પરંતુ તેના ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે., આ સંદેર્ભ આર્કિટેડને નવા પ્રેઝન્ટેશન માટે બોલાવાયા છે.

આ ઉપરાંત ઇશ્વરીયા પાર્કમાં મીની એમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ કોર્ટ- સાયકલ ટ્રેડ-બોટીંગ માટે ડોમ-બાકરા-ફરવા આવનારાઓને મિનરલ વોરટ મળી રહે તે અંગે કામર્યવાહી હાથ ધરાશે, આ માટે સરકાર પાસે નવી ગ્રાંટ માંગવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત ગ્રીનરી વધારવા પાર્કમાં અને પાર્ક ફરતે પ૦૦ થી ૧ હજાર અવનવા વૃક્ષો વાવવા અંગે નિર્ણય લેવાયો છે, જે માટે ફોરેસ્ટ ખાતાની સહાય લેવાશે. તેમજ જે સુવિધા ઉભી કરવા અંગે કાર્યવાહી થનાર છે , તે માટેના જવા કોન્ટ્રાકટ આપવા અંગેના ટેન્ડર બહાર પાડવા તથા ઇશ્વરીયા પાર્કમાંથી તંત્રને કાયમી આવક ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવા અંગે પણ નિર્ણયો લેવાવાની શકયતા છે.

(3:54 pm IST)