Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

લક્ષ્મીવાડી-કેવડાવાડી-કોઠારિયા કોલોનીમાં રસ્તાઓ ખોદી નાખ્યા બાદ ખાડા યથાવતઃ ચોમાસામાં ગારો-કિચડનું સામ્રાજય

રાજકોટઃ શહેરનાં સેન્ટ્રોલ ઝોનમાં વોર્ડ નં.૧૪ના લક્ષ્મીવાડી-કેવડાવાડી-કોઠારિયા કોલોની સહીતના વિસ્તારોમાં પાણીની ડી.આઇ.પાઇપ લાઇન નાખવા રસ્તાઓ-શેરીઓ ખોદી નાંખવામાં આવી છે અને જ મહીનાથી આ ખોદેલા રસ્તાના ખાડાઓ ઉપર પેચવર્ક થયું નથી હવે ચોમાસામાં વરસાદ પડવાથી રસ્તાના ખાડાઓમાં ગંદકી-કાદવ-કીચડનુ સામ્રાજય ફેલાયું છે ત્યાર રહેવાસીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. તસ્વીરમાં રસ્તા-શેરીઓમાં ગંદુ પાણી ભરેલા ખાડા ત્થા કાદવ કીચડનું સામ્રાજય નજરે પડે છે. આ ખાડાઓમાં યુદ્ધના ધોરણે ડામર પેચવર્ક કરી રસ્તા-શેરીઓનું રીપેરીંગ કરાવવા કોંગ્રેસના અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા ત્થા ડાભીભાઇ, ચાવડિયાભાઇએ માંગ ઉઠાવી છે.

(3:52 pm IST)