Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

બેંક ઓફ બરોડાના માંડવી ચોક શાખામાં વટાવવા માટે આપેલ ચેક ખાતાધારકને આપી રચેલ કૌભાંડ કરવા બદલ ફરીયાદ

રાજકોટ, તા. ૧ : આ ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી વસંતકુમાર પરસોતમભાઈ ઘઘડાએ પોલીસ કમીશ્નરશ્રી રાજકોટ સમક્ષ તેવી ફરીયાદ આપેલ છે કે, આરોપી - મહેશભાઈ મણીલાલ બારભાયાએ ફરીયાદી વસંતકુમાર પરસોતમભાઈ ઘઘડાને તેમની લેણી રકમ રૂ.૮.૨૫,૦૦૦/- ચુકવવા બેંક ઓફ બરોડા, માંડવી ચોક, રાજકોટ શાખાના ચેક નં.૦૦૦૦૦૯, તા.૨૮/૬/૨૦૨૦ ના રોજનો ચેક આપેલ. જે ચેક ફરીયાદીએ રાજકોટ મુકામે જ બેક ઓફ બરોડાની શાખામાં પોતાનુ ખાતુ હોય તેથી ચેક વટાવવાના હેતુથી ધોરણસર સ્લીપ ભરી અને તા.૨૯/૬/ર૦૨૦ ના રોજ બેંક ઓફ બરોડા, માંડવી ચોક રાજકોટ શાખામા રજુ કરેલ જે ચેક આ કામમા બેંક ઓફ બરોડાના જવાબદાર અધીકારી બ્રાન્ચ મેનેજર તથા કેશીયર બંન્ને ભેગા મળી અને આરોપી મહેશભાઇ મણીલાલ બારભાયાને બોલાવી અસલ ચેક સોપી આપેલ હોવાનું રૂબરૂ ફરીયાદીએ તપાસ કરતા જાણવા મળેલ.

જેથી આ કામમાં આરોપી એટલે કે બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજરને રૂબરૂ મળતા અને વિનંતી કરતા અસલ ચેક અમો ફરીયાદીનો અમોને એટલે ફરીયાદીને જ મળવો જોઇએ જો ખાતામા પુરતી રકમ હોય તો તે રકમ ફરીયાદીના ખાતામાં ટ્રાન્સફર કરવી જોઇએ અને ન હોય તો ચેક પરત રજીસ્ટરમાં તેની નોધ કરી અને રજુ કરનાર એટલે કે અમો ફરીયાદીને તે ચેક પરત આપવો જોઈએ તેવી રૂબરૂ રજુઆત કરતા બ્રાન્ચ મેનેજર તથા કેશીયરે ફરીયાદી સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરી અને થાય તે કરી લેવા જણાવેલ અને ચેક ખાતા ધારક એટલે કે આરોપી મહેશભાઈ મણીલાલ બારભાયાને પરત કરાં દીધેલ હોવાનુ જણાવી દીધેલ એટલે કે આ કામમાં બેંક ઓફ બરોડા, માંડવી ચોક શાખાના બ્રાન્ચ મેનેજર, કેશીયર અને આરોપી મહેશભાઇ મણીલાલ બારભાયા દ્વારા એકબીજાને મદદગારી કરી કાવતરૂ રચી રૂ.૮૨૫૦૦૦ જેવી માતબાર રકમ ઓળવી ગયાની લેખીત ફરીયાદ પોલીસ કમીશ્નરશ્રી સમક્ષ રૂબરૂ કરેલ છે.

આ કામમાં બેંક અધીકારીઓએ પોતાની સતાનો દુરઉપયોગ કરેલ છે અને લોકો બેંક પર વિશ્વાસ અને ભરોસો રાખી મોટી રકમોના ચેક પણ સોપતા હોય છે ત્યારે આ કામના અધીકારીઓ દ્વારા પોતાની સતાનો દુરઉપયોગ કરી અને આરોપી મહેશભાઇ મણીલાલ બારભાયાને છાવરવા કે તેમની સાથે લાગભાગ કરી અને ફરીયાદીના કાયદેસરના હકકોથી વંચીત રહે કે કાયદેસરની રકમ મેળવવામાંથી વંચીત રહે તેવો પ્રયત્ન કરેલ હોય જેથી ગંભીર પગલા ભરવા અને લોકોનો બેંકીંગ વ્યવહારથી વિશ્વાસ ઉઠે નહી તે રીતે કડક કાર્યવાહી કરવા ફરીયાદીએ માંગણી કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે જતીન ડી. કારીયા રોકાયેલ.

(3:51 pm IST)