Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અભયભાઇ ભારદ્વાજને વોર્ડ નં.૮ના ભાજપ અગ્રણીઓની શુભેચ્છા

રાજકોટઃ શહેરના પ્રખર ધારાશાસ્ત્રી અને ભાજપ અગ્રણી અભયભાઇ ભારદ્વાજને રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી બની સાંસદ બનવા બદલ વોર્ડ નં.૮ ભાજપના અગ્રણીઓએ સન્માનિત કરી શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે વોર્ડના પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ અશ્વિન પાંભર, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, તેજશ જોષી, મનુભાઇ વઘાશીયા, વી.એમ.પટેલ, જયોતીબેન લાખાણી, રેખાબેન પટેલ, ભરતભાઇ રામોદીયા, નાથાભાઇ પટેલ, બીપીનભાઇ વસા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)