Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન

કોરોનાની મહામારીના કપરા દિવસો પસાર કરતી જનતાને રાહત આપવાને બદલે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી પડયા ઉપર મોટો ફટકો મારતા આમ આદમી પાર્ટી દ્વારા દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન અને આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ અજીત લોખીલ, રાજભા ઝાલા, શિવલાલભાઇ બારસિયાના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. પેટ્રોલ  ભાવવધારો પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:50 pm IST)