Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગુંદાવાડી વિસ્તારમાં સી.સી. પેચવર્ક કામનો પ્રારંભ : ખાતુહુર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪ની જુદી જુદી શેરીઓમાં ડી.આઇ. પાઇપ લાઇન તથા અન્ય ખોદકામના કારણે થયેલ ચારેયમાં સી.સી. પેચવર્ક કરવા માટે ચાલુ સાલના બજેટમાં ખાસ બજેટ જોગવાઇ કરવામાં આવેલ તે અન્વયે વોર્ડ નં. ૧૪માં આવેલ ગુંદાવાડી શેરી નં.૧૧,૧૩,૧પ અને ૧૭માં સી.સી. પેચવર્ક કામનો વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરાના હસ્તે પ્રારંભ કર્યો છે. આ તકે શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન હળવદીયા, વોર્ડ પ્રભારી નીલેશભાઇ જલુ, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઇ કુબાવત, વિપુલ માખેલા, બુથના વાલી અતુલભાઇ ધામી, કૌશલ ધામી, હિતેન હિંડોચા, હિનાબેન સોની, પરેશભાઇ કોરાટ, ચંદુભાઇ રાજદેવ, મહાવીરભાઇ ઠક્કર, સુરેશભાઇ સયાણી, વિમલભાઇ રાઠોડ, પ્રકાશભાઇ દાવડા તેમજ વેપારી મિત્રો હાજર રહ્યાં હતાં.

(3:50 pm IST)