Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

તમારે કોર્પોરેશન લગતી કોઇ સમસ્યા છે? સપ્તાહમાં ૧ દિ' ઝોન દિઠ ઉદિત અગ્રવાલનો લોક દરબાર

વહીવટી સરળતા માટે સોમવારે-સેન્ટ્રલ ઝોન, ગુરૂવારે -વેસ્ટ ઝોન અને શનીવાર-ઇસ્ટ ઝોનમાં સાંજે ૫ થી ૬ અરજદારોને મ્યુ. કમિશનર સાંભળશે

રાજકોટ,તા.૧:શહેરના નાગરિકોને મહાનગરપાલિકાના કામકાજ માટે દુર સુધી જવું ન પડે અને તેઓના રહેઠાણની નજીકમાં મહાનગરપાલિકાની સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ એમ ૦૩ (ત્રણ) ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે.

આ સુવિધાનો મહત્ત્।મ લોકોને લાભ મળે તે કારણસર તા. ૦૧જુલાઇ થી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલ હવેથી સપ્તાહમાં એક-એક દિવસ ત્રણેય ઝોન ખાતે ઉપસ્થિત રહી ઓફીસનું કાર્ય હાથ પર લેશે અને મુલાકાતીઓને મુલાકાત પણ આપશે.

મ્યુનિ. કમિશનરશ્રી દર સપ્તાહ જાહેર રજા ન હોય કે અગત્યના અન્ય સરકારી કાર્યો સંબંધી મીટીંગો ન હોય તેવા સમયે દર સોમવારે સેન્ટ્રલ ઝોન, ગુરુવારે વેસ્ટ ઝોન અને શનિવારે ઈસ્ટ ઝોન ખાતે સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા દરમ્યાન અરજદારશ્રીઓને મુલાકાત આપશે.

(3:07 pm IST)