Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્થાપના દિવસ નિમિતે સી.એ. ડે ફલેગ હોસ્ટીંગ અને બ્લડ ડોનેશન કેમ્પ : વિવિધ સ્પર્ધાઓ આયોજીત

ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા ૧ જુલાઇના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવેલ. ૭૨ માં સ્થાપનાદિન નિમિતે ફલેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડીસ્ટન્સ જાળવી માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરાયુ હતુ. બ્રાન્ચ કમીટી મેમ્બરોની બહોળી હાજરી રહી હતી. સાથો સાથ લાઇફ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવેલ. રંગોળી સ્પર્ધા, ટેટ્ર મેકીંગ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, ગાયન સ્પર્ધા, કવિતા પાઠ સ્પર્ધા, ચેસ ટુર્નામેન્ટ જેવા આયોજનોનો આરંભ કરાયો છે. જો કે દરેક સ્પર્ધા ડીઝીટલ માધ્યમથી થશે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પબ્લિક વોટીંગથી નિર્ણયો જાહેર કરાશે. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા વિકાસાના ચેરમેન હાર્દીક વ્યાસ, વાઇસ ચેરમેન રક્ષિત પાબારી, સેક્રેટરી જીત કકકડ, ટ્રેઝરી રૂહી ઠાકોર, મેન્ટોર ખુશ્બુ ગણાત્રા, એકસ ઓફીસીઓ રૈવત શાહ, એકસ ઓફીસીઓ અંકિત કોઠારી જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:47 pm IST)