Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભાવનગર રોડ આર.ટી.આઇ. પાસે જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

મેદુર મકવાણા, કીર્તિ ભટ્ટ, અને સાગર દેગામાની ધરપકડ

રાજકોટ તા. ૧ :.. ભાવનગર રોડ આર. ટી. આઇ. પાસે થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા  ત્રણ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની સુચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. કડીયા તથા પીએસઆઇ પી. ડી. જાદવ, હેડ કોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ પરમાર, કનુભાઇ રબારી, વિજયભાઇ, વિક્રમભાઇ, જયદીપભાઇ, સહદેવસિંહ અને યુવરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે કોન્સ. જયદીપભાઇ અને વિજયભાઇને મળેલી બાતમીના આધારે ભાવનગર રોડ પર આર. ટી. આઇ. પાસે દરોડો પાડી જૂગાર રમતા મેદુર દેવશીભાઇ મકવાણા (ઉ.૩૧) (રહે. ગંજીવાડા શેરી નં. ૮), કીર્તિ કીશોરભાઇ ભટ્ટ (ઉ.ર૩) (રહે, આજી ડેમ ચોકડી શ્રીરામ પાર્ક શેરી  નં. ૧, અને સાગર હેમુભાઇ દેગામા (ઉ.ર૬) (રહે. મયુરનગર શેરી નં. ૧ ભાવનગર રોડ) ને પકડી લઇ રૂ. ૧પર૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:44 pm IST)